US President Joe Biden પર કીડાએ કર્યો 'હુમલો', Video થયો વાયરલ

હાલમાં જ એવા ખબર હતા કે અમેરિકામાં 17 વર્ષ બાદ એક ખાસ પ્રકારના કીડા જમીનની બહાર નીકળી રહ્યા છે. પરંતુ હવે આ કીડા એક અન્ય કારણથી પણ ચર્ચામાં છે. કારણ કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પહેલા વિદેશ પ્રવાસમાં ખલેલ પહોંચાડી.

US President Joe Biden પર કીડાએ કર્યો 'હુમલો', Video થયો વાયરલ

વોશિંગ્ટન: હાલમાં જ એવા ખબર હતા કે અમેરિકામાં 17 વર્ષ બાદ એક ખાસ પ્રકારના કીડા જમીનની બહાર નીકળી રહ્યા છે. પરંતુ હવે આ કીડા એક અન્ય કારણથી પણ ચર્ચામાં છે. કારણ કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પહેલા વિદેશ પ્રવાસમાં ખલેલ પહોંચાડી.

સુરક્ષા ઘેરો તોડીને કીડો બાઈડેન પાસે પહોંચ્યો
POLITICO માં પ્રકાશિત એક અહેવાલ મુજબ બુધવારે પોતાના પહેલા વિદેશ પ્રવાસ માટે જો બાઈડેન જોઈન્ટ બેસ એન્ડ્ર્યૂઝ (Joint Base Andrews) પહોંચ્યા હતા. ત્યાં વાયુસેનાના ઓફિસરો સાથે વાતચીત દરમિયાન એક સિકાડા કીડો બાઈડેનના ગળા પર આવીને બેસી ગયો. તમામ સુરક્ષા ઘેરો તોડીને કીડો બાઈડેન પાસે પહોંચી ગયો જેને અમેરિકી રાષ્ટ્રપતિએ પોતે હટાવ્યો. 

કીડાના હુમલા બાદ બાઈડેને શું કહ્યું?
ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે સિકાડાથી સાવધ રહો. હમણા જ તે મારા પર બેસી ગયો હતો. જો બાઈડેનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

— POLITICO (@politico) June 9, 2021

અત્રે જણાવવાનું કે જો બાઈડેન પહેલા વિદેશ પ્રવાસ માટે યુનાઈટેડ કિંગડમ જઈ રહ્યા હતા. તેમની સાથે ડઝન જેટલા પત્રકારો પણ હતા. પત્રકારોના વિમાનને પણ કીડાઓએ પોતાનો શિકાર બનાવ્યું. આ જ કારણે ફ્લાઈટ 7 કલાક લેટ થઈ. નોંધનીય છે કે આ કીડા વિમાનના એન્જિનમાં ઘૂસી ગયા હતા. જેના કારણે ફ્લાઈટનો ટાઈમ આગળ વધારવો પડ્યો. 

નોંધનીય છે કે વોશિંગ્ટન અમેરિકાના એવા વિસ્તારોમાંથી એક છે જ્યાં સિકાડા કીડાના ઝૂંડનો ત્રાસ છે. સિકાડા કીડાઓએ ધીરે ધીરે અમેરિકાના 15 રાજ્યોને પોતાને ઝપેટમાં લીધા છે. સિકાડા કીડા આ અગાઉ 2004માં અમેરિકામાં જમીનમાંથી બહાર આવી ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news