VIDEO : જ્યારે ન્યૂઝ એંકરે લાઇવ ટીવી પર સંભળાવી નશાના કારણે પુત્રીના મોતની કહાણી
પુત્રીના મોતના સમાચાર સંભળાવતાં એંકરે કહ્યું, 'હું જાણતી નથી કે જે નશાના મોતના સમાચાર દરરોજ હું ટીવી પર વાંચુ છું તેમાં મારા પરિવારનો પણ કોઇ વ્યક્તિ હશે.'
Trending Photos
નવી દિલ્હી: અમેરિકાની એક મહિલા પત્રકારે એવું કામક અર્યું છે, જેથી દરેક જણ હૈરાન છે. અમેરિકાના દક્ષિણ ડકોટામાં એક મહિલા એંકરે પોતાની 21 વર્ષની પુત્રીના મોતની જાણકારી પોતે લાઇવ પર આપી. પુત્રીના મોતના સમાચાર સંભળાવતાં એંકરે કહ્યું, 'હું જાણતી નથી કે જે નશાના મોતના સમાચાર દરરોજ હું ટીવી પર વાંચુ છું તેમાં મારા પરિવારનો પણ કોઇ વ્યક્તિ હશે.'
તેમણે કહ્યું કે અમેરિકા સહિત ઘણા દેશના યુવાનો હાલ ડ્રગ્સની લતનો સામનો કરી રહ્યા છે. હાલમાં ઓપિઓડ (એક પ્રકારની દર્દનાશક દવા, જેનો ઉપયોગ હવે નશાના રૂપમાં કરવામાં આવે છે) અમેરિકામાં એક મહામારી બની ગયો છે. પોતાના બુલેટીન વાંચતા તેમણે કહ્યું, 'હવે આ ઓપિઓડ નામની મહામારીએ દુખદ અને પ્રલયંકારી રીતે ઘરમાં દસ્તક આપી છે. 16 મેના રોજ મારી 28 વર્ષની પુત્રી એમિલી ઓપિઓડની ઓવરડોઝનો શિકાર થઇ અને તેનું મોત નિપજ્યું.
ડોક્ટરોએ જણાવ્યું કે એમિલીના મોતનું કારણ ડોક્ટરોએ ફેંટેંનિલ પોઇજનિંગ ગણવામાં આવી રહ્યું છે. ભાવુકતાની સાથે કહ્યું, આ ઘટનાને મારી આખી દુનિયાને તબાહ કરી દીધી છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પરિવારને કોઇ વ્યક્તિ નશાની લતના લીધે મોતની યાદીમાં આવશે, તમે દિવસભર સમાચાર સાંભળો છો, પરંતુ તેના વિશે કોણ વિચારી પણ શકે? તેમણે કહ્યું કે મારા અને મારા પરિવારના આ નુકસાનની કોઇ ક્ષતિપૂર્તિ થઇ શકતી નથી, મારી પુત્રી એમિલી એક સ્માર્ટ, સુંદર અને પ્રતિભાશાળી છોકરી હતી.
ઓપિઓડની સારવાર જરૂરી- એંકર
તેમણે કહ્યું 'યુવાનોમાં અમે તેની લતની સારવાર માટે સારી અને સસ્તી રીત શોધવી પડશે. તેમણે કહ્યું કે અમે આ બદનામી વિશે ડરને મનમાંથી ગુમાવવા પડશે આપણા પરિવારનો કોઇ વ્યક્તિ જો નશો કરે છે તો આપણે બહારવાળાઓની મદદ ન લઇ શકીએ. આપણે એવા લોકોના દર્દને ખતમ કરવા માટે એકઝૂટ થવું પડશે.'
અમેરિકામાં મહામારી બની ગઇ છે ઓપિઓડ
ઉલ્લેખનીય છે કે ઓપિઓડ અમેરિકામાં એક મહામારીની માફક ફેલાઇ રહી છે. રોગ નિયંત્રણ અને રોકથામ કેંદ્ર અનુસાર ઓક્સિઓડોન, હાઇડ્રોકોડોન અને મોર્ફિન જેવા પ્રિંસિપાલ ઓપિઓડ દવાઓથી અમેરિકામાં વર્ષ 1999માં મોતનો આંકડો ચારગણો થઇ ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે