ધોનીએ કર્યું હતું ભારત બંધનું સમર્થન ? જાણો વાઇરલ તસવીરની હકીકત

આ તસવીરમાં ધોની એક પેટ્રોલ પંપ પર પત્ની સાક્ષી સાથે બેસેલો દેખાય છે

ધોનીએ કર્યું હતું ભારત બંધનું સમર્થન ? જાણો વાઇરલ તસવીરની હકીકત

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમત વિરૂદ્ધ કોંગ્રેસે સોમવારે 'ભારત બંધ'નું એલાન કર્યું હતું. આ બંધને અનેક રાજકીય દળોએ સમર્થન આપ્યું હતું. આ સંજોગોમાં ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં ધોની અને સાક્ષી સાથે બેસેલા દેખાય છે. આ વાઇરલ તસવીરમાં દાવો કરવામાં આવે છે કે ધોનીએ 'ભારત બંધ'માં હિસ્સો લીધો હતો.  

— Naushad Ahmad (@NaushafAhmad) September 10, 2018

આ તસવીર શેયર કરનાર યુઝર્સના દાવા પ્રમાણે આ તસવીર ભારત બંધ વખતની છે. જોકે હકીકત એ છે કે ધોનીની આ તસવીર 29 ઓગસ્ટની છે. આ સમયે ધોની પરિવાર સાથે શિમલા ગયો હતો અને એ સમયે તેણે પેટ્રોલ પંપ પર થોડો સમય સાથે ગાળ્યો હતો. એ સમયે કેટલાક સ્થાનિક લોકોએ ધોનીની તસવીર લીધી હતી. હવે આ તસવીર જ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

આમ, ધોનીની આ તસવીર તો સાચી છે પણ એની સાથેનો મેસેજ સાવ ખોટો છે કારણ કે ધોનીએ ભારત બંધના કોઈ આંદોલનમાં ભાગ નહોતો લીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news