Kabul Blast બાદ અમેરિકા એક્શનમાં, 36 કલાકની અંદર US એ ISIS પર કરી એર સ્ટ્રાઈક
અમેરિકી સેના (US military) એ આઇએસઆઇએસ (ISIS) ના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક (Airstrike) કરી છે. ડ્રોન દ્વારા પૂર્વ અફઘાનિસ્તાન (Afghanistan) પર હુમલો કરવામાં આવ્યો. અમેરિકાએ કાબુલ બ્લાસ્ટ (Kabul Blast) બાદ બદલો લેવાની જાહેરાત કરી હતી
Trending Photos
કાબુલ: અમેરિકી સેના (US military) એ આઇએસઆઇએસ (ISIS) ના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક (Airstrike) કરી છે. ડ્રોન દ્વારા પૂર્વ અફઘાનિસ્તાન (Afghanistan) પર હુમલો કરવામાં આવ્યો. અમેરિકાએ કાબુલ બ્લાસ્ટ (Kabul Blast) બાદ બદલો લેવાની જાહેરાત કરી હતી.
કાબુલ સિરિયલ બ્લાસ્ટના (Kabul Blast) જવાબમાં અમેરિકાએ ISIS પર સ્ટ્રાઈક કરી છે. સમાચાર છે કે આ હુમલામાં ISIS ને ભારે નુકસાન થયું છે. કાહુલ એરપોર્ટ પર હુમલાના 36 કલાકની અંદર અમેરિકાએ ISIS ના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. અમેરિકી ડ્રોનથી ISIS ને નિશાન બનાવવામાં આવ્યા.
તેમને જણાવી દઇએ કે, અમેરિકાની નેશનલ સિક્યોરિટી ટીમે રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મળી કાબુલ એરપોર્ટ પર સુરક્ષા વધારવાની વાત કરી છે. અમેરિકા કાબુલ એરપોર્ટ પર સુરક્ષા વધારી રહ્યું છે. અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર વધુ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે.
અમેરિકાએ અફગાનિસ્તાનના નાંગરહારમાં એર સ્ટ્રાઈક કરી છે. નાંગરહારમાં આઇએસઆઇએસના આતંકીઓનો ગઢ છે. આ વિસ્તાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર પર છે. અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને જેલમાં બંધ ઘણા આતંકીઓને છોડી દીધા છે. જેમાં ISIS ના આતંકી પણ સામેલ છે.
કાબુલ એરપોર્ટ સિરિયલ બ્લાસ્ટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આતંકીઓને મારી નાખવાની ચેતવણી આપી હતી. અફઘાનિસ્તાનમાં ISIS ના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી અમેરિકી સેનાએ એવું જ કર્યું. કાબુલ બ્લાસ્ટમાં અમેરિકી સૈનિકોના મોત બાદ યુએસ એક રીતે દબાણ હેઠળ છે. જેના કારણે એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે