ફાઇઝરની કોરોના વેક્સિન લગાવ્યાના એક સપ્તાહ બાદ નર્સ કોરોના પોઝિટિવ

Nurse Corona Positive After Receiving Pfizer Vaccine: અમેરિકામાં એક નર્સ કોરોના વેક્સિન લગાવ્યાના એક સપ્તાહ બાદ કોરોના પોઝિટિવ થઈ છે. આ મહિલાને ફાઇઝરની કોરોના વેક્સિન લગાવવામાં આવી હતી. 

ફાઇઝરની કોરોના વેક્સિન લગાવ્યાના એક સપ્તાહ બાદ નર્સ કોરોના પોઝિટિવ

વોશિંગટનઃ અમેરિકાના કેલિફોર્નિયામાં ફાઇઝરની કોરોના વાયરસ વેક્સિન લગાવ્યાના એક સપ્તાહ બાદ એક નર્સ કોરોના પોઝિટિવ આવી છે. મેથ્યૂ ડબ્લ્યૂ નામની મહિલા બે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. આ નર્સે 18 ડિસેમ્બરે કોરોના વેક્સિન લગાવી હતી અને ફેસબુક પર પોસ્ટ કરી તેણે જાણકારી પણ આપી હતી. મહિલાએ કહ્યું હતું કે તેને વેક્સિન લગાવ્યા બાદ કોઈ સાઇડ ઇફેક્ટ થઈ નથી. 

એબીસી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે વેક્સિન લગાવ્યાના છ દિવસ બાદ ક્રિસમસની પૂર્વ સંધ્યા પર કોવિડ-19 યૂનિટમાં કામ કર્યા બાદ નર્સ બીમાર થઈ ગઈ. નર્સને ઠંડી લાગવા લાગી અને બાદમાં તેને શરીરમાં દુખાવો થવા લાગ્યો હતો. નર્સને થાક અનુભવવા લાગ્યો. ક્રિસમસ બાદ નર્સ હોસ્પિટલ ગઈ અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. 

ઇમ્યુનિટી પેદા થવામાં લાગી શકે છે 10થી 14 દિવસ
રેમર્સે કહ્યુ, અમે વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલથી જાણીએ છીએ કે કોરોના વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી પેદા થવામાં 10થી 14 દિવસ લાગી શકે છે. હું સમજુ છું કે કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ ડોઝ તમને આશરે 50 ટકા સુરક્ષા આપે છે અને તમને 95 ટકા સુરક્ષા માટે બીજા ડોઝની જરૂર હોય છે. આ પહેલા અમેરિકામાં સતત રેકોર્ડ સંખ્યામાં કોરોના વાયરસના કેસ મળ્યા બાદ ઉતાવળમાં ખાદ્ય અને ઔષધિ નિયામકે ફાઇઝરની કોરોના વેક્સિનને પોતાની મંજૂરી આપી હતી. 

વેક્સિન એડવાઇઝરી સમૂહે 17-4ના મતની સાથે નિર્ણયકર્યો હતો કે ફાઇઝરનો શોટ 16 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોમાં સુરક્ષિત છે. ફાઇઝરે દાવો કર્યો કે, તેની કોરોના વાયરસ વેક્સિન 95 ટકાથી વધુ પ્રભાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રસીને જલદીથી જલદી મંજૂરી આપવા માટે દબાવ બનાવી રહ્યાં હતા. મહત્વનું છે કે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ નિયામકે લોકોને સલાહ જારી કરીને કહ્યું કે, તે વેક્સિનના ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. 

એલર્જી વાળા વ્યક્તિને ફાઇઝરની વેક્સિન નહીં
લોકોને તે જાણકારી લેવાનું કહેવામાં આવ્યું છે કે તે જરૂર જાણી લે કે તેને વેક્સિનના કોઈ ઘટકથી કોઈ એલર્જી તો નથીને. એફડીએએ પોતાની ગાઇડલાઇનમાં કહ્યું કે, સ્વાસ્થ્ય નિયંત્રણ કોઈપણ એવા વ્યક્તિને ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન ન આપે જેનો એલર્જીનો ઈતિહાસ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news