તાલિબાનની સાથે શાંતિ સમજુતી કરી અમેરિકાની જાહેરાત- 14 મહિનામાં પોતાના સૈનિકોને પરત બોલાવી લેશે


કતરના દોહામાં શનિવારે હસ્તાક્ષરના સાક્ષી બનવા માટે લગભગ 30 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વિદેશ મંત્રી અને પ્રતિનિધિ પહોંચ્યા હતા.

તાલિબાનની સાથે શાંતિ સમજુતી કરી અમેરિકાની જાહેરાત- 14 મહિનામાં પોતાના સૈનિકોને પરત બોલાવી લેશે

દોહાઃ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે કતરમાં અમેરિકા અને તાલિબાને ઐતિહાસિક સમજુતી પર હસ્તાક્ષર કર્યાં છે. આ સમજુતીની સાથે અફઘાનિસ્તાનમાં લાંબા અમેરિકી યુદ્ધનો અંત થશે. અમેરિકાની સાથે ઐતિહાસિક સમજુતી પર હસ્તાક્ષર માટે 31 સભ્યોનું તાલિબાની પ્રતિનિધિમંડળ કતર પહોંચ્યું છે. 
અમેરિકા અને અફઘાનિસ્તાનના સંયુક્ત ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે હસ્તાક્ષર થયાના 135 દિવસની અંદર 8600 સૈનિક અફઘાનિસ્તાનથી ઓછા થઈ જશે અને 14 મહિનાની અંદર બાકી બચેલા સૈનિક પણ દેશ છોડી દેશે. અમેરિકા અને તાલિબાન વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા છે. 

— ANI (@ANI) February 29, 2020

આ વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું- તાલિબાન સાથે થયેલી સમજુતી ત્યારે ઉપયોગી સાબિત થશે, જ્યારે તાલિબાન સંપૂર્ણ રીતે શાંતિ સ્થાપવાની દિશામાં કામ કરશે. આ માટે તાલિબાને આતંકી સંગઠન અલકાયદા સાથે પોતાના તમામ સંબંધો તોડવા પડશે. આ સમજુતી આ ક્ષેત્રમાં એક પ્રયોગ છે. 

તેમણે કહ્યું- અમે તાલિબાન પર નજર રાખીશું. અમેરિકા, અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના ત્યારે હટાવશે જ્યારે સંપૂર્ણ રીતે તે નક્કી થઈ જશે કે તાલિબાન આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આતંકી હુમલા કરશે નહીં. તેમાં ન્યૂઝ એજન્સીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અમેરિકા, અફઘાનિસ્તાનમાંથી 8600 સૈનિક હટાવશે. આ સિવાય પણ જે સમજુતી કરવામાં આવી છે, તેને પણ 135 દિવસમાં પૂરી કરી લેવામાં આવશે. 

— ANI (@ANI) February 29, 2020

કતરના દોહામાં શનિવારે હસ્તાક્ષરના સાક્ષી બનવા માટે લગભગ 30 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વિદેશ મંત્રી અને પ્રતિનિધિ પહોંચ્યા હતા. બંન્ને પક્ષો વચ્ચે 18 મહિનાની વાર્તા બાદ આ સમજુતી થઈ રહી છે. જ્યાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો દોહામાં હસ્તાક્ષર પ્રક્રિયામાં સામેલ થશે, તો અમેરિકાના રક્ષા પ્રધાન માર્ક એસ્પર અને નાટો મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગ શનિવારે કાબુલમાં હશે. 

તેમણે કહ્યું કે, બંન્ને પ્રમુખ અધિકારી રાષ્ટ્રપતિ અશરફ ગનીની સાથે એક સંયુક્ત જાહેરાત કરશે. શુક્રવારે દોહા પહોંચવા પર, પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ ટોલો ન્યૂઝને જણાવ્યું, 'શનિવાર અફઘાનિસ્તાન અને અફઘાનો માટે એક મોટો દિવસ છે. આ એક મહાન અવસર છે.'

ટ્રમ્પે દેશવાસિઓને સેના પરત બોલાવવાનું આપ્યું હતું વચન
વર્ષ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે, તે સત્તામાં આવશે તો અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવી લેશે. તેમને આ વાત પર સમર્થન પણ મળ્યું હતું. ટ્રમ્પનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના રહેવાથી કોઈ ફાયદો થયો નથી. પાછલા દિવસોમાં ભારતના પ્રવાસે આવેલા ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા જલદી અફઘાનિસ્તાનથી પોતાની સેના બોલાવી લેશે. તેમણે કહ્યું હતું કે જે કામ 19 વર્ષથી થઈ શક્યું નથી તેને તે કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news