દારૂરાસ વિશે સાંભળ્યું છે? કચ્છનાં આ રાસમાં વહે છે દારૂની નદીઓ આ રહ્યો વીડિયો

ગુજરાતમાં દારૂબંધી સામાન્ય રીતે તો નામની જ છે, જોઇએ એટલા પ્રમાણદમાં દારૂ ગુજરાતનાં ગમે તે ખુણે મળી શકે છે. જો કે આજે જે પ્રકારની ઘટના સામે આવી છે તેવી ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળે છે. કચ્છમાં આવેલા મુંદ્રા તાલુકામાં દારૂ રાસની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. દારૂરાસ આવા શબ્દથી પણ ગુજરાતીઓ અજાણ હશે પરંતુ આવી ઘટના ગુજરાતમાં બની છે. ગુજરાતમાં કચ્છમાં એક પરિવારનાં લગ્નમાં રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ રાસ ક્યારે દારૂરાસ બની ગયા તેની ખબર ઘરધણીને પણ રહી નહોતી. 

દારૂરાસ વિશે સાંભળ્યું છે? કચ્છનાં આ રાસમાં વહે છે દારૂની નદીઓ આ રહ્યો વીડિયો

ભુજ : ગુજરાતમાં દારૂબંધી સામાન્ય રીતે તો નામની જ છે, જોઇએ એટલા પ્રમાણદમાં દારૂ ગુજરાતનાં ગમે તે ખુણે મળી શકે છે. જો કે આજે જે પ્રકારની ઘટના સામે આવી છે તેવી ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળે છે. કચ્છમાં આવેલા મુંદ્રા તાલુકામાં દારૂ રાસની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. દારૂરાસ આવા શબ્દથી પણ ગુજરાતીઓ અજાણ હશે પરંતુ આવી ઘટના ગુજરાતમાં બની છે. ગુજરાતમાં કચ્છમાં એક પરિવારનાં લગ્નમાં રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ રાસ ક્યારે દારૂરાસ બની ગયા તેની ખબર ઘરધણીને પણ રહી નહોતી. 

પંડિતો વગર કાશ્મીર હંમેશા અધુરૂ જો કે 370 કલમ રદ્દ કરવી અયોગ્ય નિર્ણય: શ્રીનગરના મેયર
મુંદરા તાલુકામાં એક લગ્ન દરમિયાન ન માત્ર દારૂ પીવાયો પરંતુ ગરબે રમી રહેલા કેટલાક યુવાનો દારૂથી ન્હાયા હતા. જી હા તમે સાચુ જ વાંચી રહ્યા છો. કેટલાક યુવાનો દારૂની બોટલો લઇને આવ્યા હતા અને દારૂ એક બીજા પર રેડવા લાગ્યા હતા. લગ્ન પ્રસંગમાં હાજર એક રાજકીય અગ્રણી પર દારૂની ધારાઓ કરવામાં આવી હતી. નશામાં ચકચુર યુવાનો એક બીજા પર દારૂ રિતસર ઢોળી રહ્યાહ તા. જેનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. કથિત દારૂબંધી સામે સવાલો ઉઠવા લાગ્યા હતા.

સરકારનાં એક પગલાને કારણે બચશે કરોડો રૂપિયા, વિશ્વને થશે ખુબ મોટો ફાયદો
જો કે પોલીસે ડેમેજ કંટ્રોલનાં ભાગરૂપે સીપીને કડકમાં કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા હતા. રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી દ્વારા તપાસનાં આદેશ આપવાની સાથે કડકમાં કડક કાર્યવાહીનાં આદેશ આપ્યા હતા. એલસીબીની ટીમ મુન્દ્રા જવા માટે રવાના થઇ હતી. દારૂની મહેફીલમાં રહેલા તમામ યુવાનોને ઝડપી લેવા માટે આદેશ અપાયા હતા. આ વીડિયો મીડિયામાં પણ વહેતો થતા કચ્છ સહિત સમગ્ર ગુજરાત પોલીસ ક્ષોભજનક સ્થિતીમાં મુકાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news