Buffalo shooting: અમેરિકામાં મોટી દુર્ઘટના, ન્યૂયોર્ક સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, 3 ઘાયલ

Buffalo shooting: આરોપીએ બફેલોમાં બંદૂકથી ગોળીબાર કર્યો હતો. જ્યારે, પોલીસે કહ્યું કે આ નફરત અને વંશીય પ્રેરિત હિંસા છે. જ્યારે, બફેલોના મેયર બાયરોન બ્રાઉને કહ્યું કે આ ખૂબ જ ખરાબ છે. અમે આ ઘટનાથી દુઃખી છીએ અને આવી ઘટનાઓનો સામનો કરી રહ્યા છીએ.

Buffalo shooting: અમેરિકામાં મોટી દુર્ઘટના, ન્યૂયોર્ક સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, 3 ઘાયલ

ન્યૂયોર્ક: અમેરિકામાં આજે એક મોટી દૂર્ઘટના બની છે. ન્યૂયોર્કના એક સુપરમાર્કેટમાં શનિવારે ગોળીબાર થયો હતો. જેમાં 10 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા. પોલીસે જણાવ્યું કે ગોળીબાર કરનારની ઓળખ કોંકલિનના પેટન ગેન્ડ્રોન તરીકે થઈ છે. આ ઘટનામાં આરોપીઓએ 13 લોકો પર ફાયરિંગ કર્યું હતું. જેમાંથી 11 અશ્વેત હતા. તમને જણાવી દઈએ કે ગોળીબાર બફેલો શહેરથી દૂર ઉત્તરમાં થયો હતો.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, આરોપીએ બફેલોમાં બંદૂકથી ગોળીબાર કર્યો હતો. જ્યારે, પોલીસે કહ્યું કે આ નફરત અને વંશીય પ્રેરિત હિંસા છે. જ્યારે, બફેલોના મેયર બાયરોન બ્રાઉને કહ્યું કે આ ખૂબ જ ખરાબ છે. અમે આ ઘટનાથી દુઃખી છીએ અને આવી ઘટનાઓનો સામનો કરી રહ્યા છીએ. અમે જણાવી પણ શકતા નથી કે અમારા ઘા કેટલા ઊંડા છે.

બફેલો પોલીસના જણાવ્યા અનુસાર, બંદૂકધારી સમગ્ર ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો. તે સૈન્ય ગિયર સાથે એક દુકાનમાં પ્રવેશ્યો અને લોકોને ખેંચીને પાર્કિંગમાં લઈ ગયો. ત્યારબાદ આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. શંકાસ્પદને સુપરમાર્કેટમાં પ્રવેશતા અને અન્ય કેટલાક પીડિતોને ગોળી મારતો જોવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગમાં નિવૃત્ત પોલીસ અધિકારીનું પણ મોત થયું હતું.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કારાઈન જીન-પિયરે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બિડેનને આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને તેમના હોમલેન્ડ સિક્યુરિટી એડવાઈઝર દ્વારા આજે બપોરે બફેલોમાં બનેલી ઘટનાની જાણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news