આ દેશે નિભાવી 'મિત્રતા', PM મોદીના શપથ સમયે કર્યું એવું કામ કે દુનિયા જોતી રહી ગઈ, VIDEO
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ બીજીવાર શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારંભમાં મોદી અને તેમના મંત્રીમંડળના 57 સભ્યોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લઈ રહ્યાં હતાં તે જ સમયે ભારત સાથે પોતાની મિત્રતાનો જશ્ન મનાવતા યુએઈ (યુનાઈટેડ આરબ અમીરાત)ની રાજધાની અબુધાબીના આઈકોનિક એડનોક ગ્રુપનો ટાવર ભારત અને અબુધાબીના ઝંડામાં રંગાયેલો જોવા મળ્યો.
#WATCH Indian Ambassador to UAE Navdeep Suri: Now this is true friendship. As PM Modi is sworn in for a second term in office, the iconic Adnoc Group tower in Abu Dhabi is lit up with India and UAE flags and portraits of our PM and of Sheikh Mohd Bin Zayed. pic.twitter.com/eCFEMEDxLy
— ANI (@ANI) May 30, 2019
સંયુક્ત આરબ અમીરાતમાં યુએઈના શેખ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર દેખાડવામાં આવી હતી. ભારતની સાથે પોતાની મિત્રતાનો જશ્ન મનાવતા યુએઈની રાજધાની અબુધાબીના આઈકોનિક એડનોક ગ્રુપના ટાવર ભારત અને અબુધાબીના ઝંડાના રંગમાં જોવા મળ્યાં. 65 માળના એડનોક ગ્રુપની કાચની દીવાલો પર આ બંને દેશોના ઝંડા ઉપર પીએમ મોદી અને યુએઈના શેખ મોહમ્મદ બિન ઝાયદના પોટરેટ પણ જોવા મળ્યાં.
યુએઈમાં ભારતના રાજદૂત નવદીપ સૂરીએ કહ્યું કે, "આ સાચી મિત્રતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં બીજા કાર્યકાળ માટેના શપથ લીધા ત્યાં આઈકોનિક એડનોક ગ્રુપ ટાવર ભારત અને યુએઈના ઝંડા અને આપણા પીએમ તથા શેખ મોહમ્મદ બિન ઝાયદના પોટરેટથી રોશન થઈ ગયું."
જુઓ LIVE TV
ભારત અને યુએઈ વચ્ચે ઘનિષ્ઠ સંબંધોનો અંદાજો એ વાતથી લગાવાઈ શકે કે પીએમ મોદીને ગત મહિને યુએઈના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાને પ્રતિષ્ઠિત ઝાયદ પદકથી સન્માનિત કર્યાં હતાં. અત્રે જણાવવાનું કે એડનોક ટાવર અબુ ધાબીની સૌથી ઊંચી ઈમારતોમાંથી એક છે. આ બિલ્ડિંગની ઊંચાઈ 342 મીટર છે. તે 65 માળનું બિલ્ડિંગ છે. દુનિયાની 57મી સૌથી ઊંચી ઈમારત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે