Russia-Ukraine Crisis: યુક્રેનથી ભારતીયોને કાઢવા પર હજુ કોઈ નિર્ણય નહીં, વિદેશ મંત્રાલયે કર્યું સ્પષ્ટ

Russia-Ukraine Crisis: વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ- યુક્રેનની સ્થિતિ પર સતત અમારી નજર છે. હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને કીવ તથા દિલ્હીમાં કંટ્રોલ સ્થાપિત કરવામાં આવ્યો છે. 
 

Russia-Ukraine Crisis: યુક્રેનથી ભારતીયોને કાઢવા પર હજુ કોઈ નિર્ણય નહીં, વિદેશ મંત્રાલયે કર્યું સ્પષ્ટ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવર્તાએ કહ્યુ કે, યુક્રેન-રશિયા સરહદ પર ખરેખર શું થઈ રહ્યું છે તે વિશે મજબૂતીથી કંઈ કહી શકાય નહીં. જ્યાં સુધી સ્થિતિની ગંભીરતાનો સવાલ છે, તે સ્પષ્ટ છે કે જ્યારે અમે કોઈ એડવાઇઝરી જાહેર કરીએ છીએ તો એક અભ્યાસ બાદ કરીએ છીએ. પરંતુ હજુ સુધી લોકોને ત્યાંથી કાઢવા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- યુક્રેનની સ્થિતિ પર અમે નજર રાખી રહ્યાં છીએ. હેલ્પલાઇન શરૂ કરી દેવામાં આવી છે અને કીવ તથા દિલ્હીમાં કંટ્રોલ સ્થાપિત કરવામાં આવ્યો છે. દૂતાવાસ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય એમ્બેસી વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, ભારતની સ્થિતિ સ્પષ્ટ છે, અમે તણાવને તત્કાલ ઘટાડવાના હકમાં છીએ અને સમાધાન કૂટનીતિક વાર્તાઓ દ્વારા કાઢવાના પક્ષમાં છીએ. 

— ANI (@ANI) February 17, 2022

જર્મની અને ફ્રાન્સના પ્રવાસે જશે વિદેશ મંત્રી
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર 18-23 ફેબ્રુઆરી સુધી જર્મની અને ફ્રાન્સના પ્રવાસે જશે. જયશંકર જર્મનીમાં મ્યૂનિખ સિક્યોરિટી ડાયલોગમાં ભાગ લેશે. જર્મની બાદ જયશંકર 20 ફેબ્રુઆરીએ પેરિસમાં ફ્રેન્સ વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. બંને દેશોમાં ઈન્ડો પેસિફિક પર મુખ્ય રીતે વાત થશે. 

આ સાથે તેમણે કહ્યું કે, ભારત અને યુએઈ વચ્ચે 18 ફેબ્રુઆરીની સાંજે શિખર બેઠક થશે અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 21થી 27 ફેબ્રુઆરી વચ્ચે વિદેશ મંત્રાલય કાર્યક્રમોનું આયોજન કરશે. 

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિવેદન પર વિદેશ મંત્રાલયની ટિપ્પણી
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમને લાગે છે કે આ એક રાજકીય મુદ્દો છે. અમે આને નીતિવિષયક ટિપ્પણી માનતા નથી. જ્યાં સુધી ચીન સરહદની વાત છે, અમે ઘણી વખત સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેનાથી વધુ બોલવાનું કોઈ કારણ નથી. પરંતુ હું ફરી એકવાર કહેવા માંગુ છું કે આ એક રાજકીય નિવેદન છે, નીતિગત નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news