britain: બોરિસ જોનસનનું રાજીનામુ, સીક્રેટ બેલેટથી ચૂંટવામાં આવશે નવા PM, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી બોરિસ જોનસને રાજીનામુ આપી દીધો છે. તેમના રાજીનામા બાદ હવે કંઝર્વેટિવ પાર્ટી નવા નેતા ચૂંટશે, જે આગામી પ્રધાનમંત્રી હશે. 

britain: બોરિસ જોનસનનું રાજીનામુ, સીક્રેટ બેલેટથી ચૂંટવામાં આવશે નવા PM, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમના વિરુદ્ધ પોતાની જ કંઝર્વેટિવ પાર્ટીમાં બળવો થયો હતો. ત્યારબાદ હવે તેમણે સત્તાવાર રીતે પીએમ પદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ જોનસન પદ પર ત્યાં સુધી બન્યા રહેશે, જ્યાં સુધી નવા પ્રધાનમંત્રીની નિમણૂંક થશે નહીં. 

બ્રિટનમાં પ્રધાનમંત્રી ચૂંટવાની એક અલગ અને ખાસ પ્રક્રિયા હોય છે. ત્યાં ભારત જેવી વ્યવસ્થા હોતી નથી. ભારતમાં જો કોઈ પ્રધાનમંત્રી વચ્ચે રાજીનામુ આપે તો પાર્ટી જેને નક્કી કરે તે પ્રધાનમંત્રી બની જાય છે. ત્યાં પણ તેમ થાય છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા થોડી અલગ હોય છે. 

શું છે બ્રિટનની ચૂંટણી પ્રક્રિયા?
- બોરિસ જોનસનના રાજીનામા બાદ હવે પાર્ટી નવા નેતા ચૂંટશે. તે માટે ઉમેદવાર આગળ આવશે. પ્રધાનમંત્રી પદની ઉમેદવારી જાહેર કરવા માટે બે કંઝર્વેટિવ સાંસદોએ નોમિનેટ થવું પડશે. ઉમેદવાર એક, બે કે તેનાથી વધુ હોય શકે છે. 

- ત્યારબાદ કંઝર્વેટિવ સાંસદ વોટિંગ પ્રક્રિયામાં ભાગ લેશે. સાંસદ એક સીક્રેટ બેલેટમાં પોતાના પસંદના ઉમેદવારને મત આપશે. ત્યારબાદ જે ઉમેદવારને સૌથી ઓછા મત મળશે, તેને રેસમાંથી બહાર કરી દેવામાં આવશે. 

- વોટિંગની પ્રક્રિયા ત્યું સુધી ચાલશે, જ્યાં સુધી બે ઉમેદવાર ન બચે. આખરે બે ઉમેદવાર બચશે, ત્યારે પોસ્ટલ બેલેટ દ્વારા કંઝર્વેટિવ પાર્ટીના સભ્યો મતદાન કરશે. જેને વધારે મત મળશે તેને નેતા ચૂંટવામાં આવશે. 

- પહેલાં દર મંગળવાર અને ગુરૂવારે વોટિંગ થતું હતું, પરંતુ 21 જુલાઈથી સંસદમાં ગરમીની રજા શરૂ થઈ રહી છે, તેથી તે પહેલાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ શકે છે. 

- હાઉસ ઓફ કોમન્સના નેતા પ્રધાનમંત્રી હોય છે. નવા પ્રધાનમંત્રી ઈચ્છે તો વચગાળાની ચૂંટણી પણ કરાવી શકે છે, પરંતુ તે તેના વિવેક પર નિર્ભર છે. 

આ બધામાં કેટલો સમય લાગશે?
આ બધુ તે વાત પર નિર્ભર છે કે કેટલા ઉમેદવાર ઉભા રહે છે. 2016માં જ્યારે ડેવિડ કેમરૂને રાજીનામુ આપ્યું હતું, ત્યારે થેરેસા મેને ત્રણ સપ્તાહમાં ગૃહના નેતા ચૂંટી લેવામાં આવ્યા ગતા. 2019માં બોરિસ જોનસનને નેતા ચૂંટી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે બે મહિના બાદ પદ સંભાળ્યું હતું, જ્યારે થેરેસા મેએ રાજીનામું આપ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news