Afghanistan: Kabul માં રશિયાના દૂતાવાસ બહાર ફિદાયીન હુમલો, 2 રાજનયિક સહિત 20 લોકોના મોત
Bomb Blast outside Russian Embassy: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર બોમ્બ વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં 2 રશિયન રાજનયિક પણ સામેલ છે. બોમ્બ વિસ્ફોટ બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગમભાગી કરવા લાગ્યા. ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા.
Trending Photos

મળતી માહિતી મુજબ એક ફિદાયીન હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી. વિસ્ફોટ અફઘાનિસ્તાનની રશિયન એમ્બેસી બહાર થયો. જ્યાં લોકો વિઝા માટે રાહ જોઈ રહ્યા હતા. હાલ સુરક્ષા અધિકારીઓએ આ ઘટના પર કોઈ નિવેદન આપ્યું નથી. ફિદાયીન હુમલાખોરને ટાર્ગેટ સુધી પહોંચતા પહેલા જ રશિયન એમ્બેસીના ગાર્ડ્સે (તાલિબાન) તેને ઠાર કર્યો. પરંતુ ત્યારે જ તેણે પોતાની જાતને ઉડાવી દીધી. જેમાં 20 લોકો માર્યા ગયા. મૃતકોમાં 2 રશિયન રાજનયિક પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે