Kulwinder Marwah Sting Operation: દારૂ નીતિમાં ખેલ કરીને કેવી રીતે કરી તગડી કમાણી? BJP એ કર્યું સ્ટિંગ ઓપરેશન

BJP Sting Operation: દિલ્હીની નવી આબકારી નીતિ દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં આરોપી નંબર 13 છે.

Kulwinder Marwah Sting Operation: દારૂ નીતિમાં ખેલ કરીને કેવી રીતે કરી તગડી કમાણી? BJP એ કર્યું સ્ટિંગ ઓપરેશન

BJP Sting Operation: દિલ્હીની નવી આબકારી નીતિ દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં આરોપી નંબર 13 છે. ભાજપનો આરોપ છે કે કુલવિંદર મારવાહ એ વ્યક્તિ છે જે મનિષ સિસોદિયાના હાથમાં પોતે પૈસા પકડાવે છે. 

કુલવિંદર મારવાહનું સ્ટિંગ ઓપરેશન
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે જે દેખાડવાના છીએ તેમાં સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો કોઈ ભ્રષ્ટાચાર કરે તો તમે તેનું સ્ટિંગ કરજો, તેનું રેકોર્ડિંગ કરી લેજો અને અમને મોકલી દેજો. અમે સત્ય દેખાડી દઈશું. ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો વીડિયો બહાર પાડ્યો છે. ઝી મીડિયા સ્ટિંગ ઓપરેશનના આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તે ભાજપ તરફથી બહાર પાડવામાં આવ્યું છે. 

ભાજપના ગંભીર આરોપ
દારૂ કૌભાંડ મામલે ભાજપે આરોપ લગાવ્યો કે આપ સરકારે નવી આબકારી નીતિમાં કમિશન વધાર્યું. બધુ કમિશન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પાસે ગયું. આમ આદમી પાર્ટી કટ્ટર ભ્રષ્ટાચારી પાર્ટી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને દગો કર્યો છે. AAP એ દારૂ માફિયાઓના 144 કરોડ રૂપિયા માફ કર્યા. 

— Zee News (@ZeeNews) September 5, 2022

સ્ટિંગ ઓપરેશનથી દોષીઓ પર્દાફાશ થશે
આમ આદમી પાર્ટી, સીએમ અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા પર આરોપ લગાવતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે અમે નવી આબકારી નીતિ મામલે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાને પાંચ સવાલ પૂછ્યા હતા. હજુ સુધી એ સવાલોનો જવાબ મળ્યો નથી. આથી અમે અહીં એક સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી તેમનો પર્દાફાશ કરવા આવ્યા છીએ. 

કોના ખિસ્સામાં ગયા કમિશનના પૈસા
સંબિત પાત્રાએ નવી દારૂ નીતિથી જે લૂટ મચાવી હતી તેનો આજે ખુલાસો થયો છે. પહેલી વાત એ છે કે 80 ટકાનો જે ફાયદો છે તે દિલ્હીની જનતાના ખિસ્સામાંથી કાઢીને મનિષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે કમિશનના માધ્યમથી પોતાના ખિસ્સામાં નાખ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news