ઇરાકઃ અમેરિકાના દૂતાવાસ પર રોકેટથી હુમલો, સુરક્ષાકર્મીઓને બનાવ્યા નિશાન
અમેરિકી દૂતાવાસ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકી દૂતાવાસ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના દૂતાવાસની અંદર રોકેટ ધમાકાથી અફરા-તફરી મચી ગઈ છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, ઇરાકની રાજધાની બગદાદના ગ્રીન જોનમાં અમેરિકાના દૂતાવાસની અંદર એક રોકેટ ફાટ્યું છે. જાણકારી પ્રમાણે ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ કે મોત થયા તેનો આંકડો હજુ સામે આવ્યો નથી.
આ હુમલા બાદ બગદાદમાં આકાશ પર અમેરિકાના વિમાન ઉડતા દેખાયા છે. આ સિવાય સેન્ટ્રલ ઇરાક સ્થિત બલાદ એરફોર્સ બેસ પર બે મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ અમેરિકાના સુરક્ષા દળોનું સૈન્ય સ્થળ છે. અમેરિકાના દૂતાવાસ પર આ હુમલો તે સમયે થયો છે, જ્યારે ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકાએ ઇરાનના ટોપ કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને એર સ્ટ્રાઇકમાં ઠાર કરવામાં આવ્યા હતા.
અમેરિકાની આ એર સ્ટ્રાઇક બાદ ઈરાનના પોતાના કમાન્ડર સુલેમાનીના મોતનો બદલો લેવાનું એલાન કર્યું હતું. અમેરિકાની એર સ્ટ્રાઇક બાદથી અમેરિકા અને ઈરાક વચ્ચે તણાવ વધી ગયો હતો. તો હજુ સુધી તે વાત સ્પષ્ટ થઈ નથી કે અમેરિકાના દૂતાવાસ પર આ તાજા હુમલો કોણે કર્યો છે.
રોકેટ અમેરિકાના દૂતાવાસની નજીક સેલિબ્રેશન સ્ક્વોયર પર પડ્યું છે. રોયટર્સ પ્રમાણે, પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ નુકસાન થવાની સૂચના નથી. ગ્રીન ઝોનમાં જ્યાં રોકેટ હુમલો કરવામાં આવ્યો છે, ત્યાં ઘણા દેશોના દૂતાવાસ છે. બીજો હુમલો ઉત્તરી ઇરાકના બલાડ એરબેઝમાં થયો છે, જ્યાં મોટી સંખ્યામાં અમેરિકાના સૈનિક હાજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે