ટ્રમ્પની ભયંકર બેદરકારી આવી સામે, માસ્ક પહેર્યા વગર જ પહોંચી ગયા ફેક્ટરીની મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એરિઝોનામાં એક નવી માસ્ક ફેક્ટરીની મુલાકાત લીધી. પરંતુ આ ફેક્ટરીની મુલાકાત  દરમિયાન તેમણે પોતે માસ્ક પહેરેલો ન હતો. ટ્રમ્પ ઘણા સમય બાદ વોશિંગ્ટનથી બહાર ગયા અને સ્વાસ્થ્યકર્મીઓ માટે એન95 ફેસ માસ્ક બનાવતી ફેક્ટરી હનીવેલ ઈન્ટરનેશનલની મુલાકાત લીધી. આ ફેક્ટરી અમેરિકી સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગ માટે ફેસ માસ્ક બનાવી રહી છે. 

ટ્રમ્પની ભયંકર બેદરકારી આવી સામે, માસ્ક પહેર્યા વગર જ પહોંચી ગયા ફેક્ટરીની મુલાકાતે

એરિઝોના: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એરિઝોનામાં એક નવી માસ્ક ફેક્ટરીની મુલાકાત લીધી. પરંતુ આ ફેક્ટરીની મુલાકાત  દરમિયાન તેમણે પોતે માસ્ક પહેરેલો ન હતો. ટ્રમ્પ ઘણા સમય બાદ વોશિંગ્ટનથી બહાર ગયા અને સ્વાસ્થ્યકર્મીઓ માટે એન95 ફેસ માસ્ક બનાવતી ફેક્ટરી હનીવેલ ઈન્ટરનેશનલની મુલાકાત લીધી. આ ફેક્ટરી અમેરિકી સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગ માટે ફેસ માસ્ક બનાવી રહી છે. 

ફેક્ટરીની મુલાકાત વખતે ટ્રમ્પે સેફ્ટી ગોગલ તો પહેરી રાખ્યા હતાં પરંતુ માસ્ક જ પહેર્યુ નહતું. જ્યારે ફેક્ટરીના કર્મચારીઓએ માસ્ક પહેર્યા હતાં અને ત્યાં લખ્યું પણ હતું કે ધ્યાન આપો: આ વિસ્તારમાં માસ્ક પહેરવું જરૂરી છે. ધન્યવાદ!

એટલું જ નહીં તેમની સાથે હનીવેલના મુખ્ય કાર્યકારી અધિકારી ડેરિયસ એડમઝીક, વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝ અને કેટલાક ગણમાન્ય વ્યક્તિઓએ પણ માસ્ક પહેર્યા નહતાં. 

સરકારે એપ્રિલની શરૂઆતથી જ અમેરિકનોને કોવિડ 19ના કોઈ લક્ષણો ન હોય તો પણ માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા છે જેનાથી વાયરસને ફેલાતો અટકાવી શકાય. આમ છતાં ટ્રમ્પ અત્યાર સુધી પોતાના ચહેરાને ઢાંકવાની ના જ પાડતા આવ્યાં છે. 

જુઓ LIVE TV

ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે રવિવારે કહ્યું કે તેમણે ગત મહિને મેયો ક્લિનિકમાં ભૂલથી ફેસ માસ્ક ન પહેર્યો તો તેમની ખુબ ટીકા થઈ હતી. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસે અમેરિકામાં 1.2 મિલિયનથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે. લગભગ 71,000 લોકોએ તેના કારણે જીવ ગુમાવ્યા છે. 

ટ્રમ્પે 2016માં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન વિરુદ્ધ એરિઝોનાથી ચૂંટણી જીતી હતી પરંતુ ઓપિનિયન પોલથી જાણવા મળે છે કે હાલમાં તેઓ દક્ષિણ-પૂર્વ રાજ્યમાં 2020ના ડેમોક્રેટિક ઉમેદવાર, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેનને પાછળ છોડી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news