ટ્રમ્પે પુતિન સાથે મિલાવ્યો હાથ, કહ્યું પુર્વજોની બેવકુફીના કારણે સંબંધો ખરાબ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનાં રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનની સાથે સોમવારે શિખર મંત્રણા બાદ બંન્નેના સંબંધોમાં સુધારો થયો હોવાની જાહેરાત કરી

ટ્રમ્પે પુતિન સાથે મિલાવ્યો હાથ, કહ્યું પુર્વજોની બેવકુફીના કારણે સંબંધો ખરાબ

હેલસિંકી : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનની સાથે સોમવારે (16 જુલાઇ)ના રોજ એક શિખર વાર્તા બાદ અમેરિકા - રશિયા સંબંધોમાં સુધાર હોવાની જાહેરાત કરી. ટ્રમ્પે વાર્તાને ખુલી, સીધી અને ખુબ જ સકારાત્મક ગણાવી હતી. તેમણે પુતિનની સાથે ચર્ચા બાદ હેલસિંકીમાં પત્રકારોને કહ્યું કે, અમારા સંબંધ હવેથી પહેલા ક્યારે પણ આટલા ખરાબ નહોતા. જો કે તે આશરે ચાર કલાક પહેલા બદલી ગયા. મારૂ સાચે જ આવું માનવું છે. ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાની સાથે કથિત હસ્તક્ષેપની તપાસને અમેરિકા માટે એક ત્રાસદાયક ઘટના ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમે શાનદાર પ્રચાર કર્યો અને આ જ કારણ છે કે હું રાષ્ટ્રપતિ છું. એખવાર ફરીથી આ આરોપોને ફગાવી રહ્યો છું કે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન પર જીતમાં રશિયાએ હૈકિંગ અને દુશ્પ્રચાર થકી કોઇ મદદ કરી હતી. 

ટ્રમ્પે પુતિન સાથેની શિખર મંત્રણાને એક સારી શરૂઆત ગણાવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિને પોતાનાં ઐતિહાસિક શિખર મંત્રણામાં વિશ્વની બે મોટી પરમાણુ શક્તિઓની વચ્ચે તણાવપુર્ણ સંબંધોમાં નવી શરૂઆતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રશિયાનાં અમેરિકી રાજનીતિમાં હસ્તક્ષેપના આરોપો છતા પુતિનની સાથે વ્યક્તિગત્ત સંબંધ બનાવવા માટે ઇચ્છુક ટ્રમ્પે શિખર વાર્તા પહેલા બંન્ને દેશોના તણાવપુર્ણ સંબંધો માટે પોતાનાં પૂર્વવર્તીઓનું ગાંડપણ જવાબદાર ઠેરવ્યું હતું. 

ટ્રમ્પે દુભાષીયાઓની હાજરીમાં પુતીન સાથે બે કલાક કરતા વધારે સમય બેઠક કરી.
ટ્રમ્પે દુભાષીયાઓની હાજરીમાં પુતિન સાથે બે કલાક કરતા વધારે સમય સુધી બેઠક યોજી હતી. ત્યાર બાદ બંન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા ટીમોએ પણ તેમાં ભાગ લીધો હતો. બેઠક બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ પત્રકારોને કહ્યુંકે, મને લાગે છે કે આ બધા માટેસારુ, ખુબ જ સારી શરૂઆત છે. પુતિનની સાથે બેઠક કરવાનાં ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાનાં ઘણા બધા લોકો બેચેન હતા કારણ કે તેમને ચિંતા હતી કે ટ્રમ્પ તુનની સાથે કોઇ ખરાબ સોદો ન કરી લે. 

અમેરિકી વિવેચકોએ ટ્રમ્પને હેલસિંકી શિખર મંત્રણા રદ્દ કરવા માટેની માંગ કરી હતી. 
અમેરિકી વિવેચકોએ 2016ની અમેરિકન ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની તપાસમાં 12 રશિયા સૈન્ય એજન્ટાને અભ્યારોપિત કરવામાં આવ્યા બાદથી ટ્રમ્પને હેલસિંકી શિકર મંત્રણા રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે ટ્રમ્પે ટસથી મસત નહોતા થયા અને બેઠક યોજાઇ હતી. ટ્રમ્પે કહ્યું કે, તે બંન્ને દેશોની વચ્ચે અસાધારણ સંબંધોના નિર્માણ મુદ્દે આશાન્વિત છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news