તારીખ
|
17 જુલાઈ, 2018 મંગળવાર
|
માસ
|
અષાઢ સુદ પાંચમ
|
નક્ષત્ર
|
પૂ.ફાલ્ગુની
|
યોગ
|
વરિયાન
|
ચંદ્ર રાશી
|
સિંહ (બપોરે 3.07થી કન્યામાં)
|
અક્ષર
|
મ, ટ (પઠણ)
|
- રવિયોગ સવારે 9.30થી પ્રારંભ થઈ ચૂક્યો છે.
- શ્રીગણેશજીને મોદક, ધરો કે દૂર્વા, જાસૂદ કે ગુલાબનું પુષ્પ, લાલ રંગ જેમ કે કુંમકુમ અર્પણ કરી શકાય, વિવિધ પ્રકારના પાન અર્પણ કરી શકાય.
- તુલસીપત્ર શ્રીગણેશજીને અર્પણ નથી કરવામાં આવતું તે ફક્ત ભાદરવા સુદ ચોથને દિવસે જ અર્પણ કરવામાં આવે છે.
- ગણપતિ સ્તોત્રનો પાઠ કરવો સાથે સાથે અષ્ટવિનાયક ગણેશસ્તોત્રનો પાઠ પણ કરવો.
મેષ (અલઈ)
|
- આનંદ અને ઉત્સાહમાં દિવસ પૂર્ણ થાય.
- વાહન સુખ પણ મળી શકે છે.
- નવું વાહન ખરીદી શકાય.
- પોતાના અધિકારી સાથે સુમેળ રાખવો.
|
વૃષભ (બવઉ)
|
- થોડા તણાવની વચ્ચે પણ પ્રસન્નતા જળવાય.
- કોમ્પ્યુનિકેશન સાથે સંકળાયેલા જાતકોને સફળતા.
- બ્રોડબેન્ડ, ડીશએન્ટીના, વાઈ-ફાઈના વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને સફળતા.
- દિવસ પસાર થવાની સાથે ચિંતા પણ પસાર થશે.
|
મિથુન (કછઘ)
|
- પરિવારમાં ખટરાગ ન થાય તે જોજો.
- નેત્રપીડાથી પણ આપે સાચવવાનું છે.
- મુસાફરીના યોગ પણ પૂર્ણકળાએ ખીલ્યા છે.
|
કર્ક (ડહ)
|
- કુટુંબનો સહકાર મળશે.
- ધનપ્રાપ્તિના યોગ પણ રચાયા છે.
- કાર્યક્ષેત્ર પણ બળવાન થયું છે.
- કુલ મળીને આજે સાનુકૂળતા રચાઈ છે.
|
સિંહ (મટ)
|
- સરકારી કાર્યમાં ગૂંચ આવશે.
- જો કોઈ કાર્યવાહી ચાલતી હશે તો આજે સંભાળજો.
- કોર્ટકચેરીમાં પ્રતિકુળતા રહેશે.
- ગણેશજીની ઉપાસના આજે અવશ્ય કરજો.
|
કન્યા (પઠણ)
|
- પેટની બિમારીથી આપે સાચવવું.
- આજનો દિવસ મોજમજાથી વીતે.
- લેખકો માટે આજે અનુકૂળ દિવસ છે.
- જ્યોતિષ મિત્રોને આનંદપૂર્ણ દિવસ વીતે.
|
તુલા (રત)
|
- વેપારી મિત્રોને લાભ છે.
- કાર્યમાં જશ મળશે.
- આપના વખાણ થાય. કીર્તિ વધે.
- પણ, જેણે મદદ કરી હોય તેને ભૂલતા નહીં.
|
વૃશ્ચિક (નય)
|
- આજે આપને સર્વાંગી વિકાસના વિચારો આવે.
- વિચારો ચરિતાર્થ પણ થશે.
- બપોર પછી વિશેષ સાનુકૂળતા રહેશે.
- ધર્મકાર્યમાં ખર્ચ પણ થાય.
|
ધન (ભધફઢ)
|
- અસ્થિભંગ ન થાય તે સાચવવું.
- વીલવારસાના પ્રશ્નો ઉકેલાય.
- વેપારી મિત્રોને આવક થાય.
- ધંધા રોજગારમાં આનંદ રહે.
|
મકર (ખજ)
|
- આજે આનંદ ઉત્સાહમાં દિવસ વિતે.
- જીવનસાથી તરફથી સહકાર મળે.
- ઘર પરિવારની જે આપ ચિંતા કરી રહ્યા છો તેમાં રાહત મળે.
- આપ બસ મૂડમાં રહેજો આ એક જ ઉપાય છે આપના માટે.
|
કુંભ (ગશષસ)
|
- પેઢૂની બિમારીથી સાવચેત રહેવું.
- સાથે સાથે દાદર જેવી બિમારીથી પણ સાચવવું.
- દિવસમાં પ્રસન્નતા જળવાશે.
- ધનલાભ પણ થશે.
|
મીન (દચઝથ)
|
- કલ્પના બહારનો ધનલાભ થાય.
- સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભ
- મેનેજમેન્ટ ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પણ લાભ
- બપોર પછી વિશેષ સાનુકૂળતા થશે.
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે