રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર 33 IPS અધિકારી અને 9 રેન્જ IGની બદલી

 રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર  33 IPS અધિકારી અને 9 રેન્જ IGની બદલી

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે 33 આઈપીએસ ઓફિસર અને 9 રેન્જ આઈજીની બદલી કરી છે. આ સાથે અનેક શહેરોના પોલીસ કમિશનરની પણ બદલી થઈ છે. રાજકોટના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને વડોદરાના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે તો રાજકોટના પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. 
કોની ક્યાં બદલી?

મોહન ઝાની જેલમાં એડિ.ડીજી તરીકે બદલી
ટી.એસ.બિસ્ટની DG ઓફિસમાં બદલી
વી.એમ.પારગી SCRBમાં મુકાયા 
સંજય શ્રીવાસ્તવ લૉ એન્ડ ઓર્ડરના વડા બન્યા
વિકાસ સહાય ટ્રેનિંગ વિભાગમાં મુકાયા
અજય તોમર CID ક્રાઈમના એડિ.DG બન્યા
શમશેરસિંઘ આર્મ્સ યુનિટમાં મુકાયા
અમદાવાદના JCP રાવની બદલી
હસમુખ પટેલ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં મુકાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news