દુનિયાનું સૌથી અનોખું ગામ, જ્યાં છોકરીઓમાંથી બની જાય છે છોકરા

લા સલિનાસ (La Salinas) નામના આ ગામની છોકરીઓ 12 વર્ષની ઉંમરે છોકરા બની જાય છે. આ ગામની વસ્તી ફક્ત 6 હજાર છે, પરંતુ હજી પણ આ નાનું ગામ વિશ્વના સંશોધનકારો માટે સંશોધનનો વિષય બની ગયું છે

દુનિયાનું સૌથી અનોખું ગામ, જ્યાં છોકરીઓમાંથી બની જાય છે છોકરા

નવી દિલ્હી: શું તમે ક્યારેય કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં લોકોનું જેન્ડર મોટા થવાની સાથે બદલાય છે! ડોમિનિકલ રિપબ્લિક (Dominican Republic)માં એક એવું ગામ છે જ્યાં છોકરીઓ મોટી થઈને છોકરા (Girls to turn into Boys) બની જાય છે. લા સલિનાસ (La Salinas) નામના આ ગામને લોકો શાપિત ગામ માને છે.

રહસ્યમય ગામ
લા સલિનાસ (La Salinas) નામના આ ગામની છોકરીઓ 12 વર્ષની ઉંમરે છોકરા બની જાય છે. આ ગામની વસ્તી ફક્ત 6 હજાર છે, પરંતુ હજી પણ આ નાનું ગામ વિશ્વના સંશોધનકારો માટે સંશોધનનો વિષય બની ગયું છે. વિશ્વના નકશામાં આ ગામને એક રહસ્યમય ગામ તરીકે ઓળખવામાં આવ્યું છે. સ્થાનિક લોકો માને છે કે ગામમાં કેટલીક અદૃશ્ય શક્તિ છે, જ્યારે કેટલાક લોકો ગામને શાપિત માને છે. આ ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં છોકરીઓ જન્મે છે. જ્યારે તે 12 વર્ષની થાય છે, ત્યારે તે એક છોકરો બની જાય છે.

આવા બાળકોને કિન્નર કહીને બોલાવે છે લોકો
જેન્ડર બદલાવાની આ બીમારીને કારણે ગામના લોકો ખૂબ મૂશ્કેલીમાં છે. આ ગામમાં જ્યારે પણ પરિવારમાં કોઈ છોકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારમાં ઉદાસી છવાઈ જાય છે. કારણ કે તેઓ જાણે છે કે જ્યારે છોકરી મોટી થશે ત્યારે તે એક છોકરો બની જશે. આ કારણે ગામમાં છોકરીઓની સંખ્યા પણ ઓછી થઈ છે. આ રોગથી પીડાતા આ બાળકોને ખરાબ નજરથી જોવામાં આવે છે. આવા બાળકોને 'ગ્વેડોચે' કહેવામાં આવે છે. સ્થાનિક ભાષામાં 'ગ્વેડોચે' શબ્દનો અર્થ કિન્નર થાય છે. હકીકતમાં, આ રોગ એક આનુવંશિક વિકાર છે અને તેનાથી પીડાતા બાળકોને 'સુડોહોર્માફ્રાડાઇટ' કહેવામાં આવે છે.

ચોક્કસ વય પછી બને છે છોકરાઓ જેવા અંગ
નોંધપાત્ર વાત એ છે કે આ બીમારીમાં છોકરી તરીકે જન્મેલા કેટલાક બાળકોના શરીરમાં એક ચોક્કસ વય પછી ધીમે ધીમે પુરુષો જેવા અંગ બનાવા લાગે છે. તેનો અવાજ પણ બદલાવા લાગે છે. છોકરીઓથી છોકરાઓમાં તેમના શરીરમાં પરિવર્તન શરૂ થાય છે. ઘણા સંશોધકોએ આ બીમારીનો ઉપાય શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યા નહીં. સંશોધન કહે છે કે આ ગામના 90માંથી એક બાળક આ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news