સત્ય સાબિત થઈ 34 વર્ષ જૂના Simpsons કાર્ટુનની ભવિષ્યવાણી, માછીમારને પાણીમાં મળી એક વસ્તુ
The Simpsons Prediction : વર્ષ 1990 માં સિંપસન્સમાં બતાવવામાં આવેલ એક એપિસોડમાં માર્જ સિંપસન્સ પોતાના પતિ હોમરના એ બોસ માટે ભોજન બનાવે છે, જે સ્પ્રિંગફીલ્ડના ગર્વનર બનવા જઈ રહ્યાં છે, તે તેમની થાળીમાં કંઈક અજીબ પરોસે છે, અને હવે આ અજીબ ચીજ દુનિયાની સામે આવી છે
Trending Photos
The Simpsons Cartoon Prediction : ફેમસ વિદેશી ટીવી શો The Simpsons ને લોકો ભવિષ્ય બતાવનારું કાર્ટુન પણ કહે છે. એવો દાવો છે કે, તેમાં બતાવવામાં આવેલી ચીજો, થોડા સમય બાદ સત્ય સાબિત થાય છે. હવે ખબર મળ્યા છે કે, 34 વર્ષ પહેલા કાર્ટુનમાં કંઈક એવું બતાવવામાં આવ્યું હતું, જે હવે ફરી સાચુ સાબિત થયું છે.
હકીકતમાં 1990 માં બતાવવામાં આવેલ એક એપિસોડમાં માર્જ સિંપસન્સ પોતાના પતિ હોમરના એ બોસ માટે જે ભોજન બનાવે છે, જે સ્પ્રિંગફીલ્ડના ગર્વનર બનવા જઈ રહ્યાં છે. તે તેમની થાળીમાં ત્રણ આંખવાળી માછલી પરોસે છે. તેમાં બતાવાયું હતું કે, આ એ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટને કારણે થયેલ પોલ્યુશનનુ પરિણામ છે.
આ સપ્તાહમાં રેડિટ પર જાહેર કરવામાં આવેલી એક તસવીરમાં એક વિચિત્ર માછલી જોવા મળી છે. જેના માથાની ઉપર ત્રીજી આંખ છે. સ્વભાવિક રીતે જ આ જોઈને લોકોને ફરીથી સિંપસન્સના એપિસોડની યાદ આવી ગઈ છે. તેના કેપ્શનમાં લખાયું છે કે, ગ્રીનલેન્ડના દરિયાકાંઠે ત્રણ આંખવાળી માછલી મળી આવી છે. રેડિટ પર આ તસવીર આવતા જ લોકો કોમેન્ટ કરવા લાગ્યા છે.
એક યુઝરે મજા લેતા કહ્યું કે, તો સ્પ્રિંગફિલ્ડ ગ્રીનલેન્ડમાં હતું એમ.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સિંપસન્સમાં બતાવવામાં આવેલી અનેક વસ્તુઓ સાચી સાબિત થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદથી લઈને હોર્સમીટ કૌભાંડ અને એક ભયાનક 9/11 મેસેજ સુધી ફોક્સ શોએ ઘટનાઓના થવાના અનેક વર્ષો પહેલા તેને પ્રસારિત કર્યું હતું. આ ઉપરાંત એમ પણ ચર્ચા થઈ હતી કે, 31 વર્ષ પેહલા કાર્ટુનમાં કંઈક એવું બતાવવામા આવ્યુ હતું, જે સત્ય સાબિત થયું છે.
હકીકતમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં એક ઈવેન્ટ આયોજિત થઈ હતી. તેનું વિલી વોંકાજ ચોકલેસ એક્સપિરિયન્સ હતું. આયોજકોએ તેને મજેદાર હોવાનો દાવો કર્યો હતો. પરંતુ એવુ કંઈક થયુ નહિ. લોકોને તેમાં કંઈ જ ન ગમ્યું. હવે સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને ધ સિંપસન્સ સાથે જોડવાની શરૂ કરી છે. તેમનું કહેવું છે કે, આ કાર્ટુને 31 વર્ષ પહેલા જ ભવિષ્યવાણી કરી હતી, જે હવે સત્ય સાબિત થઈ છે. કાર્ટુન 1995 માં આવેલ એક એપિસોડમાં આ પ્રકારની જ ઈવેન્ટ બતાવાઈ હતી. લોકો હવે તેની તસવીરો શેર કરી રહ્યાં છે. આ એપિસોડનું નામ Bart’s Inner Child હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે