Monsoon hair care: વરસાદી વાતાવરણમાં નહીં સતાવે વાળની સમસ્યાઓ, આ 3 ઘરેલુ વસ્તુઓથી વાળને બનાવો સુંદર

Monsoon hair care: વરસાદમાં વારંવાર વાળ ભીના થવાથી વાળનું કુદરતી મોઈશ્ચર ઊડી જાય છે અને વાળ વધારે ડ્રાય અને બેજાન દેખાવા લાગે છે. આજે તમને વરસાદી વાતાવરણમાં વાળની સંભાળ કેવી રીતે લેવી તે જણાવીએ. 

Monsoon hair care: વરસાદી વાતાવરણમાં નહીં સતાવે વાળની સમસ્યાઓ, આ 3 ઘરેલુ વસ્તુઓથી વાળને બનાવો સુંદર

Monsoon hair care: ચોમાસાના આગમન સાથે ગરમીથી મુક્તિ મળી જાય છે પરંતુ આ સીઝન વાળ સંબંધિત સમસ્યા વધારે છે. વાળની સમસ્યા વરસાદી વાતાવરણમાં વધી જતી હોય છે. વરસાદમાં વારંવાર વાળ ભીના થવાથી વાળનું કુદરતી મોઈશ્ચર ઊડી જાય છે અને વાળ વધારે ડ્રાય અને બેજાન દેખાવા લાગે છે. આજે તમને વરસાદી વાતાવરણમાં વાળની સંભાળ કેવી રીતે લેવી તે જણાવીએ. ખાસ તો તમારા વાળ જો ફ્રિઝી હોય તો ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળને સુંદર બનાવી શકાય છે. આજે તમને જણાવીએ ચોમાસામાં કઈ વસ્તુઓનો વાળમાં ઉપયોગ કરવાથી લાભ થાય છે. 

દહીં

દહીં એક હોમમેડ કંડીશનર છે. તે વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવા માટે એક વાટકીમાં દહીં લેવું તેમાં એક ઈંડુ મિક્સ કરી બરાબર ફેંટી લેવું. આ મિશ્રણમાં વિટામિન ઈની કેપ્સૂલ મિક્સ કરી દેવી. તેને વાળમાં લગાવી 15 થી 20 મિનિટ રાખો અને પછી વાળ ધોઈ લેવા. 

એલોવેરા

રફ અને ફ્રિઝી વાળની સમસ્યા દુર કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ સૌથી બેસ્ટ રહે છે. તેના માટે 2 થી 3 ચમચી એલોવેરા જેલમાં નાળિયેરનું તેલ મિક્સ કરી વાળ પર લગાવો. આ મિશ્રણ વાળ માટે નેચરલ કંડીશનરનું કામ કરે છે. તેનાથી વાળ મુલાયમ થાય છે અને ખરતા અટકે છે. 

મધ 

મધ વાળને સોફ્ટ બનાવે છે અને ગ્રોથ વધારે છે. તેનો ઉપયોગ કંડીશનર તરીકે કરી શકો છો. તેના માટે 2 ચમચી નાળિયેરના તેલમાં 1 ચમચી મધ મિક્સ કરો અને આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો. 10 થી 15 મિનિટ પછી વાળને ધોઈ લેવા. તેનાથી વાળ સિલ્કી થઈ જાશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news