વિશ્વનું સૌથી સ્વચ્છ સ્થળ: હવા,પાણી અને જમીન આજે પણ અક્ષુણ અને અણીશુદ્ધ
Trending Photos
નવી દિલ્હી : માનવ ગતિવિધિઓનાં કારણે જળવાયુમાં ઝડપથી પરિવર્તન થઇ રહ્યું છે, એટલા માટે વૈજ્ઞાનિકો અને સંશોધકોએ પૃથ્વી પર એક એવો ખુણો શોધવા માટે હંમેશા સંઘર્ષ કર્યો છે. જે લોકોની પહોંચથી દુર હોય અને તેના પર માનવ ગતિવિધિઓનો કોઇ પ્રભાવ ન હોય. કોલોરાડો સ્ટેટ યૂનિવર્સિટીનાં સંશોધકોએ અત્યારે એક એવા વાયુમંડળીય વિસ્તાર શોધ્યો છે જે માનવીય ગતિવિધિથી જરા પણ પ્રભાવિત નથી થયો. તેમનું કહેવું છે કે અહીં વિશ્વની સૌથી સાફ હવા છે, જે એરોસોલ કણોથી મુક્ત છે. આ દક્ષિણી મહાસાગરની ઉપર આવેલું છે, જે અંટાર્કટિકાનાં ચારે તરફ છે.
આ પરિણામ દક્ષિણી મહાસાગરનાં બાયોએરોસોલ સંરચનાનાં એક ખાસ પ્રકારનો અભ્યાસ પર આધારિત હતું. સંશોધકોને જાણવા મળ્યું કે, સીમા પરત હવા જેમાં દક્ષિણી મહાસાગરની ઉપર નિચલા વાદળ છે, જેમાનવ ગતિવિધિઓ જેવા ઇંધણ અને વેસ્ટ વોટર ડિસ્પોઝલથી ઉત્પન્ન થનારા એરોસોલ કણોથી મુક્ત હતી.
આ સંશોધકોએ વૈજ્ઞાનિક અને સહ લેખક થોમસ હિલે જણાવ્યું કે, દક્ષિણી મહાસાગરનાં વાદળોનાં ગુણોને નિયંત્રીત કરનારા એરોસોલ સમુદ્રની જૈવીક પ્રક્રિયાઓથી મજબુતી સાથે જોડાયેલા છે. અને અંટાર્કટિકા, દક્ષિણીમહાદ્વીપનાં પોષક તત્વોનાં જમાવ અને સુક્ષ્મજીવોનાં દક્ષિણ તરફ ફેલાવાથી અલગ જ પ્રતિત થાય છે. તેમણે કહ્યું કે, બધુ થઇને જોઇએ તો દક્ષિણી મહાસાગર પૃથ્વીનાં એવા ઘણા ઓછા સ્થાનોમાંથી એક છે જે માનવજાનીત ગતિવિધિઓથી ખુબ જ ઓછું પ્રભાવિત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે