ચીનનો ચારેતરફ વિરોધ, હવે આ દેશે આપ્યો ઝટકો, ટાળ્યો સબમરીનનો સોદો

ભારતની સાથે સરહદ વિવાદ અને કોરોના મહામારીને કારણે ચીનની મુશ્કેલી સતત વધી રહી છે. 
 

ચીનનો ચારેતરફ વિરોધ, હવે આ દેશે આપ્યો ઝટકો, ટાળ્યો સબમરીનનો સોદો

બેંગકોકઃ ભારતની સાથે સરહદ વિવાદ અને કોરોના મહામારીને કારણે ચીનની મુશ્કેલી સતત વધી રહી છે. વિશ્વના તમામ દેશો ડ્રેગન વિરુદ્ધ એકજૂથ થઈ રહ્યાં છે. હવે થાઈલેન્ડે પણ તેને ઝટકો આપ્યો છે. થાઈલેન્ડની સરકારે લોકોના વિરોધને જોતા ચીન સાથે સબમરીન ખરીદવાની યોજનાને સ્થગિત કરી દીધી છે. થાઈલેન્ડે ચીનની સાથે જૂન 2015મા ત્રણ સબમરીન (Yuan Class SYuan Class S26T submarines)  ખરીદવાનો સોદો કર્યો હતો, જેમાં 434 મિલિયન ડોલરની કિંમતની એક સબમરીન તે પહેલા ખરીદી ચુક્યું છે. 

સોદો કેમ સંકટમાં?
આ મહિનાની શરૂઆતમાં સંસદી સમિતિએ 723.5 મિલિયન ડોલરની બાકી બે સબમરીન ખરીદવાને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકાર તરફથી કહેવામાં આવી કે આ રકમને 7 વર્ષના હપ્તામાં ચુકવવામાં આવશે, પરંતુ જનતાને કોરોનાથી સંકટનો સામનો કરી રહેલા અર્થવ્યવસ્થાના સમયમાં સબમરીન ખરીદવાનો સરકારનો નિર્ણય પસંદ ન આવ્યો. લોકોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કરવામાં આવ્યું. સામાન્ય જનતાની સાથે વિપક્ષી પાર્ટીઓએ પણ સરકારનો વિરોધ કર્યો હતો. આખરે સરકારે ચીન સાથે ડીલ ટાળવાનો નિર્ણય કરવો પડ્યો છે. 

UNમા પાકિસ્તાનને મોટો ઝટકો, બે ભારતીયોને આતંકવાદી સાબિત કરવાનો પ્રયાસ નિષ્ફળ  

... પરંતુ પીએમે સ્પષ્ટ કર્યો ઇરાદો
સરકારના પ્રવક્તા અનુચા બુરાપાચાસરીએ જણાવ્યું કે, નૌસેનાને સબમરીન ખરીદ પ્રક્રિયાને એક વર્ષ માટે સ્થગિત કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી ફાળવવામાં આવેલા બજેટને આર્થિક તંગી દૂર કરવામાં ઉપયોગ કરી શકાય. થાઈલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુથ ચાન-ઓચા (Prime Minister Prayuth Chan-ocha)એ સંસાદદાતાઓને કહ્યું કે, અમે ચીનની સાથે વાત કરી છે અને નૌસેનાએ પોતાના કરાર સંબંધમાં બેઇજિંગ સાથે વાત કરવાની છે કે શું અમે ચુકવણીમાં એક વર્ષો વિલંબ કરી શકીએ. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સબમરીન ડીલ કોઈપણ સ્થિતિમાં આગળ વધશે, કારણ કે સબમરીન થાઈલેન્ડના ભવિષ્યના રક્ષા હિતો માટે મહત્વપૂર્ણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news