માંડ માંડ શ્વાસ લઈ રહી છે સુરતની હોટલો, હાલત એવી કે હવે તાળુ મારવાનું જ બાકી રહ્યું છે....
હોટલના માલિકો ટિકિટ મોકલીને બીજા રાજ્યમાં ગયેલા પોતાના કર્મચારીઓને બોલવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે
Trending Photos
ચેતન પટેલ/સુરત :કોરોના કાળમાં દરેક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. આર્થિક નુકસાન વચ્ચે અનેક ઉદ્યોગ ચાલી રહ્યા છે ત્યારે હોટલ ઇન્ડસ્ટ્રી પણ તેનાથી બાકાત નથી. દક્ષિણ ગુજરાતની તમામ હોટલોની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ મહિનામાં 500 કરોડનો અંદાજિત નુકશાન થયું છે. કરોડો રૂપિયાના નુકસાન હોવા છતાં અત્યાર સુધી આ ઉદ્યોગ અનલોકમાં પોતાની સ્થિતિ સુધારી શક્યો નથી.
80 લાખ અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, હજી નથી વિકસી હર્ડ ઈમ્યુનિટી...
ખાવાપીવા માટે શોખીન સુરતીઓના કારણે શહેરના એક પણ રેસ્ટોરન્ટ હોટલ ક્યારે ખાલી રહેવા દેતા હતા નથી. પરંતુ કોરોના કાળમા ખાલીખમ જોવા મળી રહ્યા છે. હંમેશાં ભરચક રહેતા રેસ્ટોરન્ટ આજે સુમસામ છે. લોકડાઉનમાં હોટલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ રહી હતી. જેથી એક રૂપિયાનો પણ લાભ રેસ્ટોરન્ટ કે હોટલ ચાલકોને થયો નહોતો. આ વચ્ચે અનલોક એક અને બેમાં થોડી છૂટછાટ મળતા હોટલો ૩૦ ટકા કર્મચારીઓ સાથે શરૂ થઈ છે. પરંતુ હોટલમાં આવનારા લોકોની સંખ્યા નહિવત્ જોવા મળી છે. પાર્સલ સેવા શરૂ કરાઈ છે. તેમાં પણ ૧૦થી ૨૦ ટકાનો જ આવક રેસ્ટોરન્ટ માલિકોને થયું છે. આ અંગે દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના પ્રમુખ પર સનથ રેલિયાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ મહિનાથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. 500 કરોડથી વધુનું નુકસાન થયું છે. લોકડાઉન અને અનલોકના કારણે ખાસ કરીને હાઇવે પર આવેલા હોટલોને પણ નુકસાન થયું છે. તકેદારી રાખવા માટે લોકો હોટલ સુધી આવી રહ્યા નથી. જેથી મોટો ફટકો ઉદ્યોગને પડ્યો છે.
સુરતમાં ૩૦ વર્ષથી વધુ સમયથી ધમધમતા ગીતા ગ્રુપ ઓફ રેસ્ટોરન્ટ્સના માલિક શેટ્ટીએ જણાવ્યું હતું કે, અનલોક માત્ર ૩૦ ટકા કર્મચારીઓ સાથે રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. પરંતુ માત્ર ૧૦ થી ૨૦ ટકા જેટલો વેપાર થયો, તે પણ પાર્સલ આ પદ્ધતિના કારણે હોટલ શરૂ કરવામાં આવ્યું. આજે પણ લોકો હોટલમાં આવી રહ્યા નથી. ૩૦ ટકા જેટલો વેપાર થઈ રહ્યો છે. તો બીજી તરફ કર્મચારીઓની અછત પણ છે. અમે ટિકિટ મોકલીને બીજા રાજ્યમાં ગયેલા પોતાના કર્મચારીઓને બોલવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.
હાલમાં જે રીતે હોટલ અને રેસ્ટોરન્ટની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખી હોટલ માલિકો એક જ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે ફરીથી હોટલ અને રેસ્ટોરન્ટ ધમધમતા થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે