America: અમેરિકાના ટેક્સાસ ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટ, 18,000 ગાયોના મોત

અમેરિકાના પશ્ચિમ ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં મોટા પાયે વિસ્ફોટ અને આગ ફાટી નીકળ્યા બાદ લગભગ 18,000 જેટલી ગાયોના મોત થયા. આ વિસ્ફોટ સોમવારે ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં થયો હતો.

America: અમેરિકાના ટેક્સાસ ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટ, 18,000 ગાયોના મોત

અમેરિકાના પશ્ચિમ ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં મોટા પાયે વિસ્ફોટ અને આગ ફાટી નીકળ્યા બાદ લગભગ 18,000 જેટલી ગાયોના મોત થયા. આ વિસ્ફોટ સોમવારે ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં થયો હતો.  ધડાકા બાદ કાળા ધુમાડાના ગોટે ગોટા ડેરી ફાર્મની ઉપર હવામાં કલાકો સુધી જોવા મળ્યા. ઘટના બાદ ધડાકાથી લાગેલી આગને બુઝાવવાની કોશિશ કરાઈ. 

અત્રે જણાવવાનું કે અકસ્માતમાં ગાયોના થયેલા મોતનો આંકડો અમેરિકામાં દરરોજ મૃત્યુ પામતી ગાયોની સંખ્યાનો લગભગ ત્રણ ગણો છે. જો કે આ વિસ્ફોટમાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી. જો કે એક ડેરીફાર્મ વર્કર ઘાયલ થયો જેને પાછળથી હોસ્પિટલ લઈ જવાયો. અહીં તેની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. 

હજુ એ સ્પષ્ટ નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો. જો કે કાઉન્ટી જજ મેન્ડી ગેફેલરે સંભાવના જતાવી છે કે આ ઉપકરણના એક ટુકડામાં ખરાબી હોઈ શકે છે. યુએસએ ટુડેના જણાવ્યાં મુજબ ટેક્સાસના ફાયર વિભાગના અધિકારીઓ કારણોની તપાસ કરશે. આગમાં મૃત્યુ પામનારી મોટાભાગની ગાયો હોલસ્ટીન અને જર્સી ગાયોનું મિશ્રણ હતી. 18000 ગાયો ફાર્મના કુલ ઝૂંડના લગભગ 90 ટકા હતી. 

જ્યારે ધડાકો થયો ત્યારે દૂધ કાઢવાના ઈન્તેજારમાં ગાયો એક વાડામાં બાંધેલી હતી. આ ઘટનાની મોટી અસર પડશે કારણ કે યુએસએ ટુડેના જણાવ્યાં મુજબ પ્રત્યેક ગાયનું મૂલ્ય 1 લાખ 93 હજાર રૂપિયા જેટલું છે. 

સ્થાનિક લોકોએ કેએફડીએ ન્યૂઝ ચેનલને જણાવ્યું કે તેમણે મોટો અવાજ સાંભળ્યો અને માઈલો સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. કાળો ધુમાડો આજુબાજુના કસ્બાથી પણ માઈલો દૂર ફેલાઈ ગયો. ડિમિટ રહીશ કેનેડી ક્લેમેને જણાવ્યું કે એક મોટી, વિશાળ કાળી હવા હતી અને તે ગળીમાં ધુમ્મસ જેવી લાગતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news