ગુજકેટની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પેપરમાં ભૂલ હોઈ માર્કની લ્હાણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ

વિજ્ઞાન પ્રવાહમાં થિયરીના પેપર બાદ ગુજકેટના પેપરમાં પણ ભૂલ હોઈ માર્કની લ્હાણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તજજ્ઞોના મતે પહેલીવાર આટલા મોટાપાયે પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ભૂલ થઈ છે. પેપર સેટ કરનાર, પ્રુફરિડર અને વેરીફાયર પર અનેક સવાલ ઉભા થયા છે. 

ગુજકેટની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પેપરમાં ભૂલ હોઈ માર્કની લ્હાણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ

અતુલ તિવારી/અમદાવાદ: ગુજકેટની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતી માધ્યમમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓને બાયોલોજી વિષયમાં 3 માર્ક અને ફિઝિક્સ વિષયમાં 1 માર્કની લ્હાણી કરાશે. આ સિવાય કેમેસ્ટ્રી વિષયમાં બે પ્રશ્નોમાં બે વિકલ્પ સાચા હોઈ બંને વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરેલ ચકાસી માર્ક આપવામાં આવશે. એ ગ્રુપના વિદ્યાર્થીઓને ફિઝિક્સ વિષયમાં 1 અને કેમેસ્ટ્રી વિષયમાં બે સવાલમાં બે વિકલ્પો સાચા હોઈ બંનેમાંથી કોઈ એક પસંદ કરનારને માર્ક અપાશે.

વિજ્ઞાન પ્રવાહમાં થિયરીના પેપર બાદ ગુજકેટના પેપરમાં પણ ભૂલ હોઈ માર્કની લ્હાણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તજજ્ઞોના મતે પહેલીવાર આટલા મોટાપાયે પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ભૂલ થઈ છે. પેપર સેટ કરનાર, પ્રુફરિડર અને વેરીફાયર પર અનેક સવાલ ઉભા થયા છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજકેટ 2023 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે. બોર્ડની વેબસાઈટ gseb.org પર પ્રોવિઝનલ કી જાહેર થઈ છે. 18 એપ્રિલ સુધીમાં આન્સર કી અંગે રજૂઆત ઇમેઇલના માધ્યમથી કરી શકાશે. પ્રશ્નદીઠ ફી પેટે 500 રૂપિયા ચલણના માધ્યમથી બેંકમાં ભરવાના રહેશે. પ્રશ્નની રજૂઆત સાચી હશે તો ફી પરત કરાશે. 

4 વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી
શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના 4 વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે. રસાયણ વિજ્ઞાનમાં તમામને એક માર્ક, ગુજરાતી માધ્યમમાં ભૌતિકશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને બે અને હિન્દી - અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને એક માર્ક આપવામાં આવશે. પરિણામ પહેલા જ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 3 માર્કની લ્હાણી કરાઈ છે. આન્સર કી અંગે વિદ્યાર્થીઓએ 15 એપ્રિલ સુધી રજુઆત કરી શકશે. બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાન કુલ ચાર વિષયોની આન્સર કી જાહેર કરી છે. 
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news