Tamil Nadu ની 14 વર્ષીય દીકરીનું દમદાર ભાષણ, વૈશ્વિક નેતાઓને આપ્યું નવા ભવિષ્ય માટે નવું વિઝન
તમિલનાડુના તિરુવન્નામલાઈમાં આવેલ એક ખાનગી સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિનીશા ઉમાશંકરે ગ્લાસગોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. ક્લાઈમેટ ચેન્જ પર આપવામાં આવેલા તેના ભાષણને ઘણું શક્તિશાળી ગણવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્લી: તમિલનાડુના તિરુવન્નામલાઈમાં આવેલ એક ખાનગી સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિનીશા ઉમાશંકરે ગ્લાસગોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. ક્લાઈમેટ ચેન્જ પર આપવામાં આવેલા તેના ભાષણને ઘણું શક્તિશાળી ગણવામાં આવ્યું છે. પ્રિન્સ વિલિયમે તેને ગ્લાસગોમાં આયોજિત COP-26માં બોલવા માટે આમંત્રિત કરી હતી. ત્યાં તેણે નવા ભવિષ્ય માટે નવા વિઝન થીમની પોતાની વાત મૂકી. જળવાયુ પરિવર્તનના મહત્વ પર તેણે જે વાત કહી તેના પર દરેક વ્યક્તિ વિચારવા મજબૂર થઈ ગયો છે.
5 મિનિટમાં આપ્યો મજબૂત સંદેશ:
વિનાશા ઉમાશંકરને ગ્લાસગો કોન્ફરન્સમાં બોલવા માટે પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. તેણે આ સમયમાં પોતાની વાત રાખી. તેના પર કાર્યક્રમમાં રહેલા તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને અન્ય લોકો ઉભા થઈને તાળી વગાડતાં જોવા મળ્યા. વિનીશાએ જળવાયુ પરિવર્તનના મુદ્દા પર તાત્કાલિક કામ શરૂ કરવાનું આહવાન કર્યું. તેણે પોતાના ભાષણમાં કહ્યું કે પહેલાની પેઢી દુનિયાના નેતાઓથી નારાજ અને નિરાશ જોવા મળે છે. તેનું કારણ તે નેતાઓ તરફથી કરવામાં આવેલા ખોખલા વાયદા રહ્યા. તે લોકોએ પોતાનો વાયદો પૂરો કર્યો નથી પરંતુ આપણે નારાજ થઈ શકીએ નહીં.
"We have every reason to be angry, but I have no time for anger"
15-year-old Earthshot prize finalist Vinisha Umashankar says "me and my generation will live to see the consequences of our actions today, yet none of what we've discussed today seems practical".#COP26 pic.twitter.com/jFaTIFqw59
— Sky News (@SkyNews) November 2, 2021
આપણી પાસે ગુસ્સાનો સમય નથી:
14 વર્ષની વિદ્યાર્થિની અનીશાએ કહ્યું કે આપણી પાસે નારાજ થવાનો સમય નથી. કેમ કે આ કાર્ય કરવાનો સમય હતો. આપણી પાસે ગુસ્સો કરવાનું દરેક કારણ છે. પરંતુ આપણી પાસે ગુસ્સો કરવા માટે સમય નથી. આપણે કાર્ય કરવા ઈચ્છીએ છીએ જે પ્રભાવી રીતે અસરકારક હોય. તેણે કહ્યું કે હું માત્ર ભારતની દીકરી નથી, હું પૃથ્વીની દીકરી છું. અને મને તેના પર ગર્વ છે. હું પણ એક વિદ્યાર્થિની છું. ઈનોવેટર છું. પર્યાવરણવિદ અને ઉદ્યમી છું. પરંતુ સૌથી મહત્વપૂર્ણ એ છે કે હું એક આશાવાદી છું.
ઈનોવેશને આપ્યો વૈશ્વિક મંચ:
વિનીશા ઉમાશંકરે સોલર પેનલની મદદથી કપડાં પ્રેસ કરતી ઈસ્ત્રીને પાવર આપવાનું ઈનોવેશન કર્યું હતું. તેને સ્વીડનના ચિલ્ડ્રન ક્લાઈમેટ ફાઉન્ડેશને આ ઈનોવેશન માટે ચિલ્ડ્રન ક્લાઈમેટ પ્રાઈઝથી નવાજી હતી. આ ઈનોવેશને 15 ફાઈનલિસ્ટની યાદીમાં જગ્યા મેળવી. તેની પરિયોજના ધ અર્થ શોટ પ્રાઈઝ ગ્લોબલ અલાયન્સથી નિરંતર મદદ મળતી રહેશે. આ ઈનોવેશનના આધારે તેને ગ્લાસગોના મંચ પરથી પોતાની વાત કહેવાની તક મળી.
વાત કરવાનું ઓછું કરો, કામ કરવાનું શરૂ કરો:
વિનીશાએ કાર્યક્રમમાં લોકોને આગ્રહ કર્યો કે લોકો વાત કરવાનું બંધ કરી દે અને કામ કરવાનું શરૂ કરી દે. દુનિયાના નેતાઓને અપીલ કરી કે તે પોતાને ત્યાં ઈનોવેશન પર ધ્યાન આપે. જીવાશ્મ ઈંધણ, ધુમાડો અને પ્રદૂષણ પર બનેલી અર્થવ્યવસ્થા પર ભાર ન મૂકે. વિનીશાએ મંચ પર કહ્યું કે હું સંપૂર્ણ સન્માન સાથે પૂછું છું કે આપણે વાત કરવાનું બંધ કરીને કામ કરવાનું શરૂ કરવું જોઈએ. તેણે અર્થશોટ એવોર્ડ વિજેતા અને ફાઈનલિસ્ટો ઈનોવેશન, પરિયોજનાઓ અને સમાધાનનું સમર્થન કરવાની જરૂરિયાત બતાવી. વિનીશાએ કહ્યું કે આપણે જીવાશ્મ ઈંધણ, ધુમાડા અને પ્રદૂષણ પર બનેલી અર્થવ્યવસ્થાની કોઈ જરૂર નથી.
જૂના મુદ્દાઓ પર ચર્ચા બંધ કરવાની જરૂરિયાત:
જળવાયુ સંમેલનમાં સ્વચ્છ ટેકનોલોજી અને ઈનોવેશન પર ચર્ચા દરમિયાન વિનીશાએ વૈશ્વિક નેતાઓને જૂના મુદ્દા પર ચર્ચા બંધ કરવાની અપીલ કરી. તેણે કહ્યું કે નવા ભવિષ્યને નવા વિઝનની જરૂરિયાત છે. આથી તમારે તમારો સમય, પૈસા અને પ્રયાસ આપણા ભવિષ્યને આકાર આપવા માટે રોકાણ કરવાની જરૂરિયાત છે. આ કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત અન્ય રાષ્ટ્રાધ્યક્ષો પણ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે