Taliban: અફઘાનિસ્તાન સરકારનો અસલી ચહેરો આવ્યો સામે, તાલિબાનીઓએ મહિલા માટે જાહેર કર્યું આ હુકમનામું
Taliban new rule for Woman: અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ તાલિબાન સરકારે મહિલાઓ માટે એકદમ અલગ વિચારધારા સાથે પોતાને દુનિયા સમક્ષ રજૂ કરી હતી. પરંતુ એક વર્ષમાં જ તાલિબાને પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે.
Trending Photos
Taliban new rule for Woman: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર હવે પોતાના ઓરિજનલ રંગ આવી ગઈ છે. ગત વર્ષે સત્તા પરિવર્તન બાદ તાલિબાન સરકારે મહિલાઓ માટે એકદમ અલગ વિચારસરણી સાથે પોતાને દુનિયા સમક્ષ રજૂ કરી હતી. પરંતુ એક વર્ષમાં જ તાલિબાને પોતાનો અસલી ચહેરો બતાવી દીધો અને મહિલાઓના પહેરવેશને લઇને એક નવું હુકમનામું જાહેર કર્યું છે.
જો કે, તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં કબજો કર્યા બાદ એવો દાવો કર્યો હતો કે તે વધુ સારી રીતે પાછા આવ્યા છે. પરંતુ શનિવારના તેમણે એક નવો નિયમ જાહેર કર્યો જે સાબિત કરે છે કે તાલિબાનના ઇરાદા ક્યારેય બદલાશે નહીં. તાલિબાન સરકારે મહિલાઓને જાહેરમાં બુરખો પહેરવાનો આદેશ કર્યો છે. માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરૂષો માટે પણ તાલિબાને કડક વલણ અપનાવ્યું છે.
તાલિબાન સરકારે આ પહેલા તાજેતરમાં નોકરી કરતા પુરુષો માટે માથા પર ટોપી, દાઢી અને પગની ઘૂંટી ઉપર પેન્ટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અગાઉ એક આદેશ દ્વારા તાલિબાન સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, સ્કૂલોમાં છોકરા અને છોકરીઓ માટે અલગ-અલગ વર્ગ રાખવા ફરજિયાત છે. આ પાછળ તાલિબાને જણાવ્યું હતું કે, સ્કૂલમાં મહિલા અને પુરૂષ વિદ્યાર્થી એકબીજાને ન જોઈ શકે, કેમ કે તેનાથી અભ્યાસમાં વિક્ષેપ ઉભો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે