તાલિબાનનો દાવો, અફઘાનિસ્તાનમાં 90 ટકા સરહદો પર અમારો કબજો

હાલમાં ટોલો ન્યૂઝે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે તાલિબાન, અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં બળજબરીથી વસૂલી કરવાની સાથે લોકોને પોતાની સાથે સામેલ કરી રહ્યું છે. 

તાલિબાનનો દાવો, અફઘાનિસ્તાનમાં 90 ટકા સરહદો પર અમારો કબજો

કાબુલઃ અફઘાનિસ્તાનમાં ઝડપથી કબજો જમારી રહેલા તાલિબાને મોટો દાવો કર્યો છે. તાલિબાને જાહેરાત કરી છે કે તેણે અફઘાનિસ્તાનની સરહદોના 90 ટકા ભાગ પર કબજો કરી લીધો છે. એક તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે રશિયાની ન્યૂઝ એજન્સી  'RIA Novosti' સાથે વાતચીતમાં આ દાવનો દાવો કર્યો છે. પ્રવક્તાએ દાવો કર્યો કે, તઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાન સાથે લાગેલી અફઘાનિસ્તાનની 90 ટકા બોર્ડરો પર અમારો કબજો છે. પરંતુ તાલિબાની દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી. તાલિબાની સતત અફઘાનિસ્તાની સેનાને પાછળ ધકેલી વધુમાં વધુ ક્ષેત્રો પર કબજો કરવાના પ્રયાસમાં લાગેલું છે. ખાસ કરી તાલિબાની સરહદી વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે. 

તો કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાને 100 અફઘાની નાગરિકોની હત્યા કરી દીધી છે. દેશના આંતરિક મંત્રાલયના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે તાલિબાને સ્પિન બોલ્ડક વિસ્તારમાં સ્થિત ઘરો પર હુમલો કર્યો છે. તેણે 100 નાગિરકોને મારી નાખ્યા છે. સ્પિન બોલ્ડક એક સરહદી શહેર છે, જેની બોર્ડર પાકિસ્તાન સાથે લાગેલી છે. તેને કંધારના મુખ્ય રણનીતિક સ્થાનોમાંથી એક માનવામાં આવે છે અને હાલમાં તાલિબાને અહીં પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે. 

હાલમાં ટોલો ન્યૂઝે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે તાલિબાન, અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં બળજબરીથી વસૂલી કરવાની સાથે લોકોને પોતાની સાથે સામેલ કરી રહ્યું છે. બલ્થ પ્રાંતમાં શોર્ટેપા જિલ્લાના ડિસ્ટ્રિક ગવર્નર મોહમ્મદ હાશીમ મંજૂરીએ જણાવ્યુ હતુ કે તાલિબાને દુકાનો, બજારો અને સ્થાનીકો પર ટેક્સ લગાવ્યો છે, જેની ચુકવણી કરવી તેની ક્ષમતાથી બહાર છે. તાલિબાન તે લોકોને પરેશાન કરી રહ્યું છે જે આટલી મોટી રકમ ભરવાની હેસિયત રાખતા નથી. 

મહત્વનું છે કે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર અમેરિકાના જોઈન્ટ ચીફ્ટ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલેએ હાલમાં કહ્યુ કે તાલિબાન અફઘાનિસ્તાનના નિયંત્રણની લડાઈમાં રણનીતિક ગતિ હાસિલ કરતુ જોવા મળી રહ્યું છે. મિલેએ પેન્ટાગનમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યુ- આ અફઘાનિસ્તાનની સુરક્ષા, અફઘાનિસ્તાનની સરકાર અને અફઘાનિસ્તાનના લોકોની ઈચ્છાશક્તિ તથા નેતૃત્વની પરીક્ષા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news