Video: જીતનો નશો ઉતર્યો નથી! પાકિસ્તાનના વધુ એક મંત્રીનું ભારત વિશે અજીબોગરીબ નિવેદન

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને હરાવીને જમીનથી બે વેંત અદ્ધર ચાલી રહેલા પાકિસ્તાનનો નશો જાણે ઉતરવાનું નામ જ નથી લેતો. આ જ કારણ છે કે તેના નેતાઓ અને મંત્રીઓ અજીબોગરીબ નિવેદનો આપી રહ્યા છે.

Video: જીતનો નશો ઉતર્યો નથી! પાકિસ્તાનના વધુ એક મંત્રીનું ભારત વિશે અજીબોગરીબ નિવેદન

ઈસ્લામાબાદ: ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને હરાવીને જમીનથી બે વેંત અદ્ધર ચાલી રહેલા પાકિસ્તાનનો નશો જાણે ઉતરવાનું નામ જ નથી લેતો. આ જ કારણ છે કે તેના નેતાઓ અને મંત્રીઓ અજીબોગરીબ નિવેદનો આપી રહ્યા છે. ગૃહમંત્રી બાદ હવે ઈમરાન ખાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhry) એ પોતાની છીછરી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. 

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈને જ્યારે ફવાદ ચૌધરીને સવાલ કરાયો તો તેમણે લુચ્ચા હાસ્ય સાથે વિચિત્ર નિવેદન આપ્યું. તેમણે કહ્યું, અસલ ગુસ્સો તો અમને ન્યૂઝીલેન્ડ પર હતો, આ ભારત વચ્ચે આવી ગયું. જ્યારે તેમને દુબઈમાં મેચ જોવા અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે બસ ઈન્ડિયાવાળું તો થઈ ગયું, હવે રોજ રોજ શું. 

— Ghulam Abbas Shah (@ghulamabbasshah) October 26, 2021

New Zealand પર દાઝ
વાત જાણે એમ છે કે વિશ્વકપ અગાઉ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનનો પોતાનો પ્રવાસ રદ કર્યો હતો. ટીમે સુરક્ષા કારણોનો હવાલો આપતા મેદાન પર આવવાનો ઈન્કાર કર્યો હતો અને હોટલના રૂમથી ખેલાડીઓ સીધા પોતાના દેશ પાછા ફર્યા હતા. તેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ખુબ આર્થિક નુકસાન થયું હતું અને દુનિયાભરમાં બદનામી પણ થઈ હ તી. જેને ધ્યાનમાં રાખતા ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ ખુબ મહત્વની ગણવામાં આવી રહી હતી. 

ઈમરાન ખાન પણ બાકાત ન રહ્યા
આ અગાઉ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે પાકિસ્તાનની ટીમની ઈન્ડિયા પર જીતને ઈસ્લામની જીત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જીતમાં ભારત સહિત દુનિયાભરના મુસ્લિમોની લાગણી સામેલ છે. ભારતના મુસ્લિમો પાકિસ્તાનની સાથે હતા. નિવેદનબાજીમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ પાછળ ન રહ્યા. તેમણે મેચ બાદ સાઉદી અરબમાં કહ્યું હતું કે ભારત હમણા જ પાકિસ્તાન સામે હાર્યું છે. સંબંધ સુધારવા માટે વાત કરવા આ યોગ્ય સમય નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news