ટ્રેનમાં કોઈ છોડીને જતુ રહ્યું સોનાના ઢગલાબંધ બિસ્કીટ, જેના હોય તે લઈ જાય...

ટ્રેનમાં હંમેશા લોકો પોતાનો સામાન ભૂલી જાય છે. એવું તમારી સાથે પણ અનેકવાર થયું હશે કે, ટ્રેનથી ઉતર્યા બાદ તમને યાદ આવ્યું હશે કે ટ્રેનમાં તમારું કંઈક છૂટી ગયું છે. અનેકવાર સામાન મળી જાય છે, તો અનેકવાર તેમાંથી કિંમતી વસ્તુ ગાયબ થઈ જાય છે. ટ્રેનમાં સામાન ભૂલવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સ્વિત્ઝર્લેન્ડના ઉત્તરી વિસ્તાર સેન્ટ ગેલેનનો છે. પરંતુ ભૂલનાર વ્યક્તિ જેવીતેવી વસ્તુ ટ્રેનમાં નથી ભૂલી ગયો. તે સોનાના બિસ્કીટ ટ્રેનમાં ભૂલીને જતો રહ્યો છે. 
ટ્રેનમાં કોઈ છોડીને જતુ રહ્યું સોનાના ઢગલાબંધ બિસ્કીટ, જેના હોય તે લઈ જાય...

ઝી મીડિયા/બ્યૂરો :ટ્રેનમાં હંમેશા લોકો પોતાનો સામાન ભૂલી જાય છે. એવું તમારી સાથે પણ અનેકવાર થયું હશે કે, ટ્રેનથી ઉતર્યા બાદ તમને યાદ આવ્યું હશે કે ટ્રેનમાં તમારું કંઈક છૂટી ગયું છે. અનેકવાર સામાન મળી જાય છે, તો અનેકવાર તેમાંથી કિંમતી વસ્તુ ગાયબ થઈ જાય છે. ટ્રેનમાં સામાન ભૂલવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સ્વિત્ઝર્લેન્ડના ઉત્તરી વિસ્તાર સેન્ટ ગેલેનનો છે. પરંતુ ભૂલનાર વ્યક્તિ જેવીતેવી વસ્તુ ટ્રેનમાં નથી ભૂલી ગયો. તે સોનાના બિસ્કીટ ટ્રેનમાં ભૂલીને જતો રહ્યો છે. 

મીડિયા રિપોર્ટસ અનુસાર, આ સોનાની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા છે. મેનેજમેન્ટે જણાવ્યું કે, આ સોનાના બિસ્કીટ જેના પણ છે, તે આવીને લઈ જાય. પરંતુ ચોંકવનારી બાબત તો એ છે કે, આ સોનાને લેવા કોઈ સામે ન આવ્યું. 

જાણવા મળ્યું કે, સ્વિત્ઝર્લેન્ડના ઉત્તરી વિસ્તારના સેન્ટ ગેલનમાં એક ટ્રેનમાં એક રેલવે અધિકારીને 1 લાખ 91 હજાર ડોલર એટલે કે, દોઢ કરોડ રૂપિયાના સોનાના બિસ્કીટ મળ્યા હતા. જોકે, આ ઘટના ગત ઓક્ટોબર મહિનાની છે. પરંતુ મીડિયામાં હાલ આ કિસ્સો પ્રકાશિત થયો છે. 

સ્વિત્ઝર્લેન્ડના અધિકારીઓએ જણાવ્યું કે, આ સોનાના બિસ્કીટ જેના પણ છે તે આવીને લઈ જાય. સાથે જ તેને પરત કરવા માટેની સમય મર્યાદા પણ નક્કી કરાઈ છે. તેને પરત લઈ જવા માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવ્યો છે. તેના બાદ આ સોનાની માલિકી ખત્મ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news