56-Year-Old Woman: 56 વર્ષની મહિલાએ પુત્ર અને વહૂના બાળકને આપ્યો જન્મ, કેવી થયું આ?
Surrogacy News: 56 વર્ષીય માતા નેન્સી હોકે જયારે પોતાના પુત્ર જેફ હોક અને તેની પત્ની કંબ્રિયાની સામે સરોગેટની જવાબદારી ઉપાડવાનો વિકલ્પ રાખ્યો તો શરૂઆતમાં કપલે તેને સંભાવનાના રૂપમાં ન લીધું.
Trending Photos
US News: વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને સરોગેસીની ઘણી કહાનીઓ મળી જશે. એવી જ એક ઘટના અમેરિકામાંથી સામે આવી છે જ્યાં એક મહિનાએ સરોગેટ બની અને પોતાના પુત્ર અને વહૂના બાળકને જન્મ આપ્યો. ધ પીપલના અનુસાર મહિલાની વહૂ હિસ્ટેરેક્ટોમી (ગર્ભાશયના તમામ અથવા એક ભાગને દૂર કરવા માટે સર્જિકલ ઓપરેશન) કર્યું હોવાથી બાળકને જન્મ આપવામાં અસમર્થ હતી.
જેફ હોકની 56 વર્ષીય માતા નેન્સી હોકે જ્યારે તેમના અને તેમની પત્ની કંબ્રિયાની સામે સરોગેટની જવાબદારી ઉપાડવાનો વિકલ્પ મુક્યો, તો તેમણે એક સંભાવનાના રૂપમાં ન લીધો. જોકે આ વિકલ્પ કામ કરી ગયો અને નેન્સીએ દંપતિના પાંચમા બાળકને જન્મ આપ્યો-એક પુત્રી.
હોક, જે એક વેબ ડેવલોપર છે, સમગ્ર અનુભવને 'એક સુંદર ક્ષણ'' ગણાવી. તેમણે કહ્યું કે 'કેટલા લોકો પોતાની માતાને જન્મ આપતાં જોઇ શકે છે. પીપલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેન્સી હોક બાળકને પેદા કરવાની નવી ભાવનાઓનો સામનો કરી રહી છે. પરંતુ બાળકોને પોતાની સાથે ઘરે લાવી રહી નથી.
'નાની બાળકીનું રાખવામાં આવ્યું નામ'
નાની બાળકીનું નામ પણ હન્ના રાખવામાં આવ્યું છે. મિસ્ટર હોકે કહ્યું કે તેમની માતા અડધી રાત્રે ઉઠી અને એક અવાજ સંભળ્યો જે કહી રહી હતી 'મારું નામ હન્ના છે'. કંબીરાએ જણાવ્યું કે 'નેંસી નામ હન્નાથી આવ્યું છે. તે બંનેનો અર્થ અનુગ્રહ છે. રિપોર્ટ અનુસાર યૂટા ટેક યૂનિવર્સિટીમાં કામ કરનાર દાદીને વિશ્વાસ થઇ ગયો કે બાળક છોકરી જ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે