Indonesia: ચર્ચની બહાર આત્મઘાતી હુમલો, એક હુમલાખોરનું મોત, 14 લોકો ઈજાગ્રસ્ત

ઈન્ડોનેશિયામાં એક ચર્ચની બહાર આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરનું મોત થયું જ્યારે 14 લોકોને ઈજા થઈ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. 

Indonesia: ચર્ચની બહાર આત્મઘાતી હુમલો, એક હુમલાખોરનું મોત, 14 લોકો ઈજાગ્રસ્ત

જકાર્તાઃ ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ પર રવિવારની પ્રાર્થના દરમિયાન એક રોમનકેથોલિક ગિરજાધરની બહાર એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કરી દીધો, જેમાં ઓછામાં ઓછા 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલા દરમિયાન ગિરજાધરમાં મોટી સંક્યામાં લોકો હાજર હતા. પોલીસે આ જાણકારી આપી છે. એક વીડિયોમાં દક્ષિણ સુલાવેસી પ્રાંતના મકાસ્સર શહેરમાં 'સૈક્રેડ હાર્ટ ઓફ જીજસ કેથેડ્રલ'ના પ્રવેશ દ્વારા પર સળગેલી મોટરસાઇકલની પાસે શરીરના વિખરાયેલા અંગ જોવા મળ્યા હતા. 

કૈથોલિક પાદરી વિલહેલ્મસ તુલકે પત્રકારોને જણાવ્યુ કે, પ્રાર્થના દરમિયાન ધમાકાનો અવાજ આવ્યો હતો. સવારે સાડા દસ કલાકે બોમ્બ વિસ્ફોટ થયો, ત્યારે તેઓ પ્રાર્થના સભાને નેતૃત્વ કરી રહ્યા હતા. તુલકે જણાવ્યુ કે ગિરજાધરના સુરક્ષાકર્મીઓને શંકા છે કે મોટરસાઇકલ પર આવેલા બે લોકો ગિરજાધરમાં પ્રવેશ કરવા ઈચ્છતા હતા. તેમાંથી એકે ખુદને વિસ્ફોટકથી ઉડાવી દીધો. 

તુલકે જણાવ્યુ કે, હુમલામાં પ્રાર્થનામાં સામેલ થયેલા લોકોમાં કોઈનું મોત થયુ નથી. દક્ષિણ સુલાવેસી પોલીસના પ્રમાણ મરદિસ્યમે જણાવ્યુ કે, એક હુમલાખોરનું મોત થી ગયું જ્યારે ચાર સુરક્ષાકર્મી અને પાંચ નાગરિકોને ઈજા થઈ છે. દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળા દેશ ઈન્ડોનેશિયા 2002માં બાલી દ્વીપ પર બોમ્બમારીમાં 202 લોકોના મોત બાદ ચરમપંથીઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો વિદેશી પર્યટક હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news