ફાટેલું જીન્સ પહેરી વિદ્યાર્થીની પહોંચી સ્કુલ, શિક્ષકે કર્યું 'એવું' કામ કે મચી ગયો હોબાળો

School Girl Ripped Jeans: ફેશનની દુનિયામાં ફાટેલું જીન્સ પહેરવું એકદમ સામાન્ય બની ગયું છે. પરંતુ ઘણી વખત લોકો આ રીતના કપડા માટે ખોટા દ્રષ્ટિકોણ ધરાવે છે અને તેના કારણે વિવાદ પણ થતા હોય છે. 

ફાટેલું જીન્સ પહેરી વિદ્યાર્થીની પહોંચી સ્કુલ, શિક્ષકે કર્યું 'એવું' કામ કે મચી ગયો હોબાળો

School Girl Ripped Jeans: ફેશનની દુનિયામાં ફાટેલું જીન્સ પહેરવું એકદમ સામાન્ય બની ગયું છે. પરંતુ ઘણી વખત લોકો આ રીતના કપડા માટે ખોટા દ્રષ્ટિકોણ ધરાવે છે અને તેના કારણે વિવાદ પણ થતા હોય છે. હાલમાં જ અમેરિકાથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક છોકરીને તેના જ સ્કુલ ટીચરની ખરાબ નજરનો શિકાર થવું પડ્યું હતું. આવું એટલે થયું કે છોકરી સ્કુલમાં Ripped Jeans એટલે કે ફાટેલી જીન્સ પહેરીને ગઈ હતી.  

આ પણ વાંચો:

આ ઘટના અમેરિકાના એક શહેરની છે. અહીં છોકરી તેના ક્લાસમાં પહોંચી કે તેના શિક્ષક તેને જોઈ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીનીએ આવા કપડા પહેરીને સ્કુલમાં આવવું ન જોઈએ. ત્યારપછી તેણે લાલ રંગની ટેપ લીધી અને જીન્સ જ્યાંથી ફાટેલું હતું ત્યાં લાલ ટેપ લગાવી દીધી.

જો કે છોકરીને પણ કલ્પના ન હતી કે શિક્ષક આવું કંઈક પણ કરી શકે છે. ક્લાસના બાળકોને પણ આ જોઈને નવાઈ લાગી. કેટલાક વિદ્યાર્થીઓએ તેની તસવીર ક્લીક કરી અને સોશિયલ મીડિયા પર પણ શેર કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાની જાણ છોકરીના માતાપિતાને થતાં તેઓ શાળાએ પહોંચ્યા અને તેમણે શાળાનો વિરોધ કરવાનું શરૂ કર્યું સાથે જ તે શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news