સાત સિંહને વિમાનમાં વિદેશ લઈ જવાતા હતા, એમાંથી બે સિંહ અચાનક ભાગી છૂટ્યા! એરપોર્ટ પર મચી નાસભાગ
સિંગાપુરનાં ચાંગી એરપોર્ટ પર પાંજરે પુરાયા બાદ વિદેશ લઈ જવામાં આવતા સાત સિંહોમાંથી બે સિંહ અચાનક ભાગી છૂટ્યા. આ ઘટના પછી ત્યાં હાજર યાત્રીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તમામની સિટ્ટી-પિટ્ટી ગુમ થઈ ગઈ. એરપોર્ટ પર સિંહો આવી જાય તો મુસાફરોની હાલત કફોડી થઈ જાય છે. આવું જ કંઈક સિંગાપુરના એક એરપોર્ટ પર બન્યું, જ્યારે ખબર ફેલાઈ કે, એરપોર્ટ પર બે સિંહ નાસી છૂટ્યા છે. આ પછી યાત્રીઓમાં દહેશત ફેલાઈ ગઈ. જોકે, થોડીવારમાં બંને સિંહ પકડાઈ ગયા અને સ્થિતિ કાબૂમાં આવી ગઈ.
- એરપોર્ટ પર પાંજરામાંથી બે સિંહો નાસી છૂટ્યા
બે સિંહોને વિમાન દ્વારા વિદેશ લઈ જવામાં આવી રહ્યા હતા
સિંહોના ભાગી જવાના સમાચાર સાંભળીને દહેશત ફેલાઈ
Trending Photos
નવી દિલ્હીઃ સિંગાપુરનાં ચાંગી એરપોર્ટ પર પાંજરે પુરાયા બાદ વિદેશ લઈ જવામાં આવતા સાત સિંહોમાંથી બે સિંહ અચાનક ભાગી છૂટ્યા. આ ઘટના પછી ત્યાં હાજર યાત્રીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તમામની સિટ્ટી-પિટ્ટી ગુમ થઈ ગઈ. એરપોર્ટ પર સિંહો આવી જાય તો મુસાફરોની હાલત કફોડી થઈ જાય છે. આવું જ કંઈક સિંગાપુરના એક એરપોર્ટ પર બન્યું, જ્યારે ખબર ફેલાઈ કે, એરપોર્ટ પર બે સિંહ નાસી છૂટ્યા છે. આ પછી યાત્રીઓમાં દહેશત ફેલાઈ ગઈ. જોકે, થોડીવારમાં બંને સિંહ પકડાઈ ગયા અને સ્થિતિ કાબૂમાં આવી ગઈ.
બે સિંહ પાંજરામાંથી ભાગી ગયા-
આ ઘટના રવિવારે બની હતી, જ્યારે સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર પાંજરામાં પૂર્યા બાદ વિદેશ લઈ જવામાં આવી રહેલા સાત સિંહોમાંથી બે સિંહ અચાનક નાસી છૂટ્યા હતા. આ પછી, ત્યાં હાજર કોઈપણ પ્રવાસીને સિંહોના પાંજરામાંથી ભાગી જવાની જાણ થતાં તેમના હોશકોશ જ ઉડી ગયા.
બે સિંહોના ભાગી જવાની ઘટનાથી વહીવટીતંત્ર ચિંતામાં આવી ગયુ. આ પછી બંને સિંહોને પકડવા માટે નિષ્ણાંતોની ટીમ બોલાવવી પડી હતી અને કોઈ પણ જાતનું મોડુ કર્યા વગર નાસી છૂટેલા સિંહને પકડી પાડ્યા. સિંહને પકડવા માટે સૌથી પહેલા તેમને બેભાન કરવામાં આવ્યા. જે માટે ટ્રાંક્વીલાઈઝર ગનનો ઉપયોગ કરવો પડ્યો હતો. સમાચાર મુજબ, એક સિંહ બહાર નીકળીને પાંજરાની ઉપર જ સૂઈ રહ્યો હતો જ્યારે બીજો સિંહ આસપાસ લગાવેલી જાળીની અંદર જ હતો.
સાત સિંહોને પાંજરામાં રાખીને વિદેશ લઈ જવામાં આવી રહ્યા હતા-
'ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, સિંહોને મંડાઈ વાઈલ્ડલાઈફ ગ્રુપની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેઓને અન્ય પાંચ સિંહો સાથે કન્ટેનરમાં વિદેશ લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે, આ સિંહોને કયા સ્થળેથી લઈ જવામાં આવ્યા હતા તે સ્પષ્ટ નથી. આ સિંહોને વિદેશ લઈ જવાની જવાબદારી સિંગાપોર એરલાઈન્સ (SIA)ની હતી. અત્યાર સુધી, આ ઘટનાને પગલે એરલાઈનની કામગીરીમાં કોઈ વિક્ષેપ પડ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે