રોચક કહાની MOSSADના એ જાસૂસની, જે દૂશ્મન દેશનો રાષ્ટ્રપતિ બનવાથી બસ બે કદમ હતો દૂર

ઈઝરાયલના દબદબા પાછળ સૌથી મોટું કારણ છે તેની ઈન્ટેલિજેન્સ એજન્સી MOSSAD અને દુનિયાભરમાં ફેલાયેલા મોસાદના જાબાંજ અને સરફરોશ જાસૂસ. ઈઝરાયલા ઈતિહાસમાં એક એવો જાસૂસ છે, જેને 60ના દાયકામાં સીરિયામાં સાધારણ જાસૂસી માટે મોકલવામાં આવ્યો હતો. પણ તેના પર દેશસેવાનો એવો જુનૂન સવાર હતો કે તેણે જાસૂસીની દુનિયામાં એકથી એક એગ્ઝાપ્લ સેટ કર્યા.

રોચક કહાની MOSSADના એ જાસૂસની, જે દૂશ્મન દેશનો રાષ્ટ્રપતિ બનવાથી બસ બે કદમ હતો દૂર

ઈઝરાયલનું નામ દુનિયાભરમાં ચર્ચિત છે. 1948માં યહૂદીઓના દેશ તરીકે બનેલું ઈઝરાયલ છેલ્લા 70થી વધુ વર્ષથી તમામ મોર્ચા પર લડી રહ્યું છે. આ લડાઈઓએ ઈઝરાયલને એક દેશ તરીકે મજબૂત બનાવ્યું. ચારો તરફ મુસ્લિમ દેશોથી ઘેરાયલા આ દેશે મિડલ ઈસ્ટમાં પોતાનો દબદબો બનાવ્યો છે. ઈઝરાયલના દબદબા પાછળ સૌથી મોટું કારણ છે તેની ઈન્ટેલિજેન્સ એજન્સી MOSSAD અને દુનિયાભરમાં ફેલાયેલા મોસાદના જાબાંજ અને સરફરોશ જાસૂસ, જે હંસતા હંસતા દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા સદૈવ તૈયાર રહે છે.

ઈઝરાયલનો એ જાસૂસ જે સીરિયાનો રાષ્ટ્રપતિ બની શક્તો હતો પણ
ઈઝરાયલ અને મોસાદના ઈતિહાસનો સૌથી ખતરનાક અને બુદ્ધીમાન જાસૂસ એલી કોહેન, જેને 60ના દાયકામાં સીરિયામાં સાધારણ જાસૂસી માટે મોકલવામાં આવ્યો હતો. પણ તેના પર દેશસેવાનો એવો જુનૂન સવાર હતો કે તેણે જાસૂસીની દુનિયામાં એકથી એક એગ્ઝાપ્લ સેટ કર્યા. તે સીરિયાની સરકારમાં એટલી હદે ઘૂસી ગયો હતો કે, તે સમયના સીરિયાના રાષ્ટ્રપતિ અમીન અલ હફીઝ તેમને રક્ષામંત્રી બનાવવા માટે પણ તૈયાર હતા. એલીના રક્ષામંત્રી બન્યા બાદ પુરી તૈયારીઓ હતી કે અમીન અલ હફીઝ બાદ દેશની કમાન એલી કોહેનના સોંપવામાં આવે. પણ જેવી રીતે દરેક કહાનીનું હેપ્પી એન્ડિંગ નથી થતું એલી સાથે પણ કઈ આવું જ થયું. એપ્રિલ 1965માં એલી કોહેન જાસૂસી કરતા રંગેહાથે ઝડપાયો હતો. 18 મે 1965ના રોજ દમિશ્કના મરજેહ સ્કેવરમાં જાહેરમાં તેને ફાંસી આપવામાં આવી હતી. જ્યારે, આજ દિવસ સુધી એલી કોહેનની ડેડ બોડી સીરિયા સરકારે ઈઝરાયલને નથી સોંપી.

કોણ હતો એલી કોહેન? કેવી રીતે મોસાદમાં મળ્યો પ્રવેશ
એલી કોહેને જે દેશ ઈઝરાયલ માટે પોતાના પ્રાણ આપી દિધા, તે દેશમાં ખરેખરમાં તેનો જન્મ થયો જ ન હતો. એલીનો જન્મ 1924માં પાડોસી દેશ એલેગ્જેન્ડ્રિયાના સીરિયાઈ-યહૂદી દેશમાં થયો હતો. એલીના પિતા વર્ષ 1914માં સીરિયાના એલેપ્પોથી અહીં આવીને વસ્યા હતા. 1948માં ઈઝરાયલ દેશનો જન્મ થયો અને યહૂદીઓ અહીં આવીને રહેવા લાગ્યા. 1949માં કોહેનના માતા-પિતા અને ત્રણ ભાઈ ઈઝરાયલ જતા રહ્યા. પણ ઈલેકટ્રોનિક્સનું ભણી રહેલા એલીએ પોતાનો કોર્સ ખત્મ કરવા માટે એલેગ્જેન્ડ્રિયામાં જ રોકાયો હતો. અહીં જ રહીને તેણે યહૂદી ગતિવિધિઓમાં ભાગ લીધો હતો. જોકે, 1951માં સીરિયામાં સૈન્ય તખ્તાપલટ થયું અને શરૂ થયું યહૂદી વિરોધી અભિયાન. જેમાં કોહેનને અરેસ્ટ કરાયો પણ તેની પાસે કોઈ દેશ વિરોધી સાહિત્ય ના મળ્યું. જેથી તેને છોડી દેવામાં આવ્યો. જે બાદ 1957માં તે ઈઝરાયલ રહેવા જતો રહ્યો.

No description available.

ઈઝરાયલમાં એલીના થયા લગ્ન, આ કારણોથી તેને સીરિયા મોકલાયો
ઈઝરાયલ આવ્યાના 2 વર્ષ બાદ એલી કોહેનના લગ્ન નાદીયા સાથે થયા. 1960માં તે ટ્રાન્સલેટર અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તે સમયે મોસાદના ડાયરેક્ટર જનરલ મીરને સીરિયામાં ઘૂસપેઠ માટે એક વિશેષ એજન્ટની શોધ કરી રહ્યા હતા. એ સમયે તેમની નજર રિજેક્ટેડ કેન્ડિટેડની લિસ્ટ પર પડી. જેમાં એલી કોહેનનું નામ હતું. એલીના ઈતિહાસથી જનરલી મીર અમીનને એલી પરફેક્ટ કેન્ડિડેટ લાગ્યો. મોસાદે એલીને 6 મહિનાની ટ્રેનિંગ આપી તેને ફિલ્ડ એજન્ટ બનાવ્યો.

આવી રીતે કોહેન પહોચ્યો સીરિયા
ફિલ્ડ એજન્ટ તરીકે એલીનું સંપૂર્ણ મિશન સિક્રેટ રહેવાનું હતું. તેની પત્ની નાદીયાને તેણે જણાવ્યું કે રક્ષા મંત્રાલય માટે ફર્નિચર લેવા તે વિદેશ જઈ રહ્યો છે. વર્ષ 1961માં એલી કોહેન અર્જેન્ટીનાના બ્યુનોસ એરેસ પહોંચ્યો, જ્યાં તેને નવું નામ અપાયું કામેલ અમીન તાબેત. હવેથી આ જ નામ તેની અસલ ઓળખ બની. પ્લાન અનુસાર અહીં એલીએ સીરિયન વ્યાપારી અને સીરિયા એમ્બેસીમાં કામ કરતા અધિકારીઓ સહિત અટૈચ મિલેટ્રી જનરલ અમીન અલ હફીઝ સાથે ગાઢ મિત્રતા કેળવી. તેણે વાર્તા બનાવીને તમામને જણાવ્યું કે કેવી રીતે સીરિયાથી આવીને તેના માતા-પિતાએ અર્જેન્ટીનામાં વ્યવસાય ફેલાવ્યો અને હવે તેમના મોત બાદ તે પોતાના વતન સીરિયા જવા માગે છે. અને તમામ પૈસા સીરિયાના વિકાસ માટે ખર્ચ કરવા માગે છે. તમામ મુશ્કેલોને પાર કરી એલી સીરિયા પહોંચ્યો હતો.

No description available.

સીરિયાની એક-એક ખબર ઈઝરાયલને મોકલવાની કરી શરૂ
સીરિયામાં પહોંચતા જ એલીએ થોડા સમયમાં સીરિયા સરકારમાં પોતાની પકડ બનાવી લીધી હતી અને નાનામાં નાની ખબર તે રેડિયો ટ્રાન્સમિટરથી મોસાદને મોકલવાની શરૂઆત કરી. એલીની મિત્રતા નેતાઓથી લઈને આર્મીના મોટા મોટા ઓફિસરો સાથે થઈ. કહેવામાં આવે છે કે, એલીએ સીરિયામાં 17 ગર્લફ્રેન્ડ બનાવી હતી. જેમનો, ઉપયોગ તે હનીટ્રેપ માટે કરતો હતો. જ્યારે, 1963માં તખ્તાપલટ થયો ત્યારે અમીન અલ હફીઝની બાથ પાર્ટીએ સત્તા પર કબ્જો મેળવ્યો. એલીએ તખ્તાપલટ પરથી ધ્યાન ભટકાવવા માટે રાતો રાત એક મોટી પાર્ટી આપી જેમાં દારૂ અને વૈશ્યાઓની ભરમાર હતી. આ પાર્ટીમાં તેણે મંત્રીઓથી લઈને મોટા મોટા આર્મી ઓફિસર્સને પણ બોલાવ્યા. જ્યારે, તમામ મંત્રીઓ અને આર્મી ઓફિસરોનું ધ્યાન અય્યાશી પર હતું. ત્યારે, એલી કોહેનના મિત્ર અમીન અલ હફીઝ રાતો રાત રાષ્ટ્રપતિ બન્યા.

એક-એક કરી સીરિયાના સિક્રેટ્સ પહોંચાડ્યા ઈઝરાયલને
હવે સીરિયામં એલી કોહેનની મનગમતી સરકાર હતી. એલી ઘણી બઘી મોટા સિક્રેટ્સ જાણી લીધા. એલીએ જ ઈઝરાયલને જણાવ્યું હતું કે, કેવી રીતે સીરિયા ઈઝરાયલના એક માત્ર પાણીના સ્ત્રોત 'સી ઓફ ગૈલિલી'માં જનાર બે નદીઓના પાણીને ડાયવર્ટ કરવાનો પ્લાન બનાવી રહી છે. ઈઝરાયલે દક્ષિણી સીરિયામાં ચાલી રહેલા આ ગુપ્ત તૈયારી પર એર સ્ટ્રાઈક કરીને એક સંપૂર્ણ પ્લાન ફેલ કરી દિધો.

No description available.

સીરિયાના જવાન ક્યા છુપાયા છે તેના માટે લગાવ્યા ઝાડ
ઈઝરાયલ-સીરિયા બોર્ડર પર સ્થિત ગોલન હાઈટ્સ સ્ટ્રેટિજિક્લી ખૂબ જ મહત્વની જગ્યા હતા. અહીં બનેલી પોસ્ટ ઈઝરાયલી સૈનિકોને નહોતી દેખાતી. તો એલીએ અહીં પોતાના ખર્ચે યુકેલિપ્ટસના ઝાડ લગાવડાવ્યા. તેણે સીરિયન આર્મીને ભરોસો અપાવ્યો કે આ ઝાડથી સીરિયન સૈનિકોને ગરમીથી રાહત મળશે. આ ઝાડના લાગ્યા બાદ ઈઝરાયલને ખબર પડી કે હુમલો ક્યાં કરવાનો છે. આજે ગોલન હાઈટ્સના 70 ટકા જમીન પર ઈઝરાયલનો કબ્જો છે.

સીરિયાના રાષ્ટ્રપતિએ કરી રક્ષા મંત્રી બનવાની ઓફર
વારંવાર મળી રહેલી નિષ્ફળતાથી કંટાળીને સીરિયાના રાષ્ટ્રપતિ અમીન અલ હફીઝે અલી કોહેન ઉર્ફે કામેલ અમીન તાબેતને સીરિયાના રક્ષા મંત્રી બનવાની ઓફર કરી. હફીઝને ખબર ન હતી કે જેને તેણે રક્ષા મંત્રી બનવાની ઓફર કરી છે, તે જ તેની નિષ્ફળતાનું કારણ છે.

No description available.

આવી રીતે ફૂટ્યો એલી કોહેનનો ભાંડો
અલી કોહેન રક્ષા મંત્રી બને તે પહેલાં જ હફીઝના રક્ષા સલાહકાર અહમદ સુઈદાનીને શક થયો કે, કોઈ સરકાર અંદરનું વ્યક્તિ જાસૂસી કરી રહ્યું છે. સુઈદાની સોનિયેટ સંઘની મદદથી એક ટ્રેકિંગ ડિવાઈ્સ મંગાવ્યું જેનાથી દમિશ્કમાં ફરી-ફરીને રેડિયો ટ્રાન્સમિશન અંગે જાણી શકાય. 3 દિવસ ચાલેલા આ ઓપરેશનમાં સુઈદાનીને સફળતા મળી. જાણવા મળ્યું કે, જે કામેલ અમીન તાબેત પર સંપૂર્ણ સીરિયા ભરોસો કરી રહ્યું હતું, તે જ કામેલ અસલમાં ઈઝરાયલી જાસૂસ નીકળ્યો. સુઈદાનીએ પુરી તાકાત સાથે એલીના ઘરે હુમલો કર્યો અને તે સમયે એલી કોહેન ઈઝરાયલને રેડિયો ટ્રાન્સમિટરથી માહિતી મોકલી રહ્યો હતો. એટલે એલી રંગે હાથે ઝડપાયો હતો. લગભગ એક મહિના સુધી તેને ટોર્ચર કરાયો હતો. બાદમાં 18 મે 1965ના રોજ દમિશ્કના મરજેહ સ્કેવરમાં જાહેરમાં તેને ફાંસી આપવામાં આવી હતી. એલીની ડેડ બોડી 8 કલાક સુધી લટકતી રહી અને લોકો તેની બોડીને બૂટ અને ચપ્પલ મારતા રહ્યા.

ઈઝરાયલ માટે હિરોથી ઓછો નથી એલી કોહેન
એલી કોહેને સીરિયાના દમિશ્કમાં રહીને નાનામાં નાની માહિતી મોસાદની પહોંચાડી હતી. સીરિયન આર્મી પાસે કયા હથિયાર છે, ક્યારે કેટલા જવાનોને ક્યાં તૈનાત કરાયા છે, ઘૂસપેઠ માટે ક્યા રસ્તાનો ઉપયોગ થઈ રહ્યો છે. એલી કોહેનને એક હિરો તરીકે આજે પણ ઈઝરાયલમાં યાદ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news