Somalia: મોગાદિશુમાં હયાત હોટલમાં ઘૂસી ગયા આતંકીઓ, 2 કારથી કર્યા ધડાકા, અનેક લોકોના મોત
Trending Photos
સોમાલિયાના મોગાદિશુમાં એક હોટલમાં મોટો આતંકી હુમલો થયો છે. જેમાં ઓછામાં ઓછા 8 લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હોટલમાં મોડી રાતે થયેલા આતંકી હુમલાથી સમગ્ર શહેર હચમચી ગયું છે. સશસ્ત્ર હુમલાખોરોએ કાર બોમ્બ વિસ્ફોટ દ્વારા આ હુમલાને અંજામ આપ્યો.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ પોલીસ તરફથી એવી જાણકારી આપવામાં આવી છે કે મોગાદિશુની હયાત હોટલમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓ હજુ પણ હોટલની અંદર જ છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી છે. આતંકીઓને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા અલ શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે.
#UPDATE | Somalia: Nine wounded people taken to hospital from Hayat Hotel, in Mogadishu, which was attacked by unidentified armed attackers followed by two car bomb blasts & gunfire. Al-Qaeda-linked Al-Shabaab group has claimed responsibility for the attack, reported Reuters https://t.co/RYm0zhq6Kl
— ANI (@ANI) August 20, 2022
મીડિયા રિપોર્ટ્સ મુજબ આતંકીઓએ બે કારમાં બોમ્બ વિસ્ફોટ કર્યો અને ફાયરિંગ પણ કર્યું. બે કાર બોમ્બમાંથી એક કાર હોટલ પાસે બેરિયરને ટકરાઈ અને બીજી હોટલના ગેટ સાથે જઈ અથડાઈ. બંને કારમાં જોરદાર ધમાકાના અવાજથી વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. હોટલની અંદરથી પણ અનેક ધડાકાના અવાજ સંભળાયા.
સમાચાર એજન્સીના હવાલે મળેલી માહિતી મુજબ સુરક્ષા અધિકારી અબ્દુલકાદિર હસને જણાવ્યું કે હયાત હોટલ પર થયેલા હુમલા બાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આતંકી હજુ પણ હોટલમાં જ છે. હુમલાની જવાબદારી લેનાર અલ શબાબ લગભગ 15 વર્ષથી સોમાલિયાની કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઘાતક વિદ્રોહ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે