આસિયાન સમિટ દરમિયાન બેંગકોકમાં 3 જગ્યાએ 6 બોમ્બ વિસ્ફોટ, પોલીસે એક બોમ્બ નિષ્ક્રિય કર્યો
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આજે 3 જગ્યાઓ પર કુલ 6 બોમ્બ વિસ્ફોટ થયા છે. સમાચાર એજન્સી રોયટર્સે બેંગકોકના એક પોલીસ અધિકારીના હવાલે કહ્યું છે કે શહેરમાં કુલ 3 જગ્યાઓ પર 6 બોમ્બ વિસ્ફોટ થયા છે.
Trending Photos
નવી દિલ્હી: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આજે 3 જગ્યાઓ પર કુલ 6 બોમ્બ વિસ્ફોટ થયા છે. સમાચાર એજન્સી રોયટર્સે બેંગકોકના એક પોલીસ અધિકારીના હવાલે કહ્યું છે કે શહેરમાં કુલ 3 જગ્યાઓ પર 6 બોમ્બ વિસ્ફોટ થયા છે. આ ઉપરાંત પોલીસે એક બોમ્બ નિષ્ક્રિય કર્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ બોમ્બ વિસ્ફોટોમાં પહેલો વિસ્ફોટ ગવર્મેન્ટ કોમ્પલેક્સ પાસે થયો. ત્યારબાદ બે બોમ્બ વિસ્ફોટ ચોંગ નોંસી વિસ્તારમાં થયાં. પોલીસના જણાવ્યાં મુજબ આ બોમ્બ આઈઈડી વિસ્ફોટ હતાં. તેના માટે ટાઈમર સેટ કરાયા હતાં.
સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ 3 બોમ્બ વિસ્ફોટ ઓછી તીવ્રતાવાળા હતાં. જેમાં 2 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યાં મુજબ ઘાયલ થનારા લોકો સફાઈકર્મી હતાં. પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ એક સુરક્ષા ગાર્ડ પણ ઘાયલ થયો છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે હાલ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં દક્ષિણ-પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (આસિયાન)ના વિદેશ મંત્રીઓનું પણ સંમેલન થઈ રહ્યું છે. જેમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો પણ પહોંચ્યા છે. આ સાથે જ અન્ય દેશોના વિદેશ મંત્રી અને અધિકારીઓ પણ બેંગકોકમાં હાજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે