વડોદરા : પૂરમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો વેપારીઓએ, દૂધની થેલીના સીધા 100 રૂપિયા વસૂલ્યા

વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો લોકોની રેસક્યૂ કામગીરી થઈ રહી છે, ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢીને તેમને ફૂડ પેકેડ્સ પહોંચાડાઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભારે પૂરને કારણે વડોદરામાં મોંઘવારીએ માઝા મૂકી. લોકો શરમને નેવે મૂકીને દૂધ-શાકભાજી જેવી વસ્તુઓના કમરતોડ ભાવ લઈ રહ્યાં છે. સામે લાચાર લોકો પણ ત્રણથી ચાર ગણા રૂપિયા આપીને વસ્તુઓ ખરીદવા મજબૂર બન્યા છે. શહેરમાં દૂધ અને શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. તેમાં પણ દૂધ લેવા માટે વડોદરામાં લાંબી લાઈન લાગી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. 
વડોદરા : પૂરમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો વેપારીઓએ, દૂધની થેલીના સીધા 100 રૂપિયા વસૂલ્યા

અમદાવાદ :વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો લોકોની રેસક્યૂ કામગીરી થઈ રહી છે, ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢીને તેમને ફૂડ પેકેડ્સ પહોંચાડાઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભારે પૂરને કારણે વડોદરામાં મોંઘવારીએ માઝા મૂકી. લોકો શરમને નેવે મૂકીને દૂધ-શાકભાજી જેવી વસ્તુઓના કમરતોડ ભાવ લઈ રહ્યાં છે. સામે લાચાર લોકો પણ ત્રણથી ચાર ગણા રૂપિયા આપીને વસ્તુઓ ખરીદવા મજબૂર બન્યા છે. શહેરમાં દૂધ અને શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. તેમાં પણ દૂધ લેવા માટે વડોદરામાં લાંબી લાઈન લાગી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. 

પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા 10000 કિલો સામાન સાથે વડોદરા પહોંચી NDRFની ટીમો

હાલ વડોદરામાં પૂરના પાણી હજી ઓસર્યા નથી. રહીશોના હાલ પણ બેહાલ થયા છે. એક તરફ શાંતિથી બેસવાના ફાફા છે, ત્યાં બીજી તરફ કેટલાક વેપારી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. 27 રૂપિયાની દૂધની થેલીના 40 રૂપિયાથી લઈને 80 તેમજ 100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે. જેને કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. એક તરફ રહીશો વીજળી પુરવઠો બંધ હોવાથી પરેશાન છે, બીજી તરફ પીવાનું પાણી નથી મળતું, ત્યાં દૂધના ભાવ ચારગણા વસૂલવામાં આવી રહ્યાં છે, તો શાકભાજીના ભાવ પણ ડબલથી ત્રણ ઘણાં લેવાઈ રહ્યાં છે. ખાવાનું નથી મળી રહ્યું ત્યારે નફાખોરો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે તેવી વેદના લોકોએ વ્યક્ત કરી. 

અનેક વિસ્તારોમાં દૂધ, પીવાનું પાણી અને શાકભાજી જેવી જરૂરિયાતની વસ્તુઓ લેવા પડાપડી થઈ હતી, તો ક્યાંક લાંબી લાઈનો લાગી હતી. આમ, વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે નફાખોરો સક્રિય બની ગયા છે. ગંભીર આફતની પરિસ્થિતિમાં અમુક લોકોએ પૈસા કમાવવાની લાલચ છોડી ન હતી. માનવતા નેવે મૂકીને આ લોકોએ દૂધની કાળા બજારી કરી હતી.

બુધવારે વરસેલા 20 ઈંચ વરસાદને કારણે બરોડા ડેરીની દૂધ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. ગુરુવારે સવારે ૪.૬૦ લાખ લિટર દૂધ નું વિતરણ કરવા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બરોડા ડેરીના વાહનો નીકળ્યા હતા. કલાલી, મુંજમહુડા, અકોટા, જેતલપુર, કારેલીબાગ, સમા વગેરે વિસ્તારોમાં પાણીના કારણે વાહનો જઈ શક્યા નહોતા. આ વિસ્તારના બ્રિજ ઉપરથી વાહનોની અવરજવર તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે. જેના કારણે 7૦,૦૦૦ લિટર દૂધ ડેરીમાં પાછું આવ્યું હતું. તો ડેરીએ કેટલાક વિસ્તારોમાં ટ્રેક્ટરો મારફતે દૂધ પહોડ્યું હતું. ડેરી ગેટ અને માંજલપુર પાર્લર ખાતે દૂધના વેચાણમાં ડેરીના તમામ કર્મચારીઓ લાગી ગયા હતા અને આખો દિવસ દૂધ વેચાણ કર્યું હતું. ટ્રેક્ટર જેવા વાહનોની વ્યવસ્થા કરી ડેરી પરથી દૂધ પૂર પ્રભાવિત વિસ્તારોમાં લઈ જવાયું હતું. ઉલ્લેખનીય છે કે, ડેરી પાસે દૂધનો પૂરતો પુરવઠો છે. દૂધનો પૂરતો પુરવઠો જાળવી રાખવા બરોડા ડેરીએ સુરત અને આણંદની ડેરીઓ પરથી દૂધ લાવવાની વ્યવસ્થા ગોઠવી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news