California Firing Video : અમેરિકામાં ભીષણ ગોળીબારીમાં 6ના મોત, 9 ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

Firing In California : અમેરિકામાં રવિવારે એક અથડામણમાં થયેલી ગોળીબારીમાં છ લોકોના મોત થયા તો 9 લોકોને ઈજા થઈ છે. આ ઝગડાનો વીડિયો ટ્વિટર પર પણ વાયરલ થઈ રહ્યો છે. 
 

California Firing Video : અમેરિકામાં ભીષણ ગોળીબારીમાં 6ના મોત, 9 ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

વોશિંગટનઃ અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાની રાજધાની સૈક્રામેન્ટોના એક વ્યસ્ત વિસ્તારમાં થયેલી ગોળીબારીમાં છ લોકોના મોત થયા છે તો અન્ય લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણકારી સ્થાનીક પોલીસે આપી છે. સૈક્રામેન્ટ પોલીસ વિભાગે કહ્યું કે રવિવારે સવારે ગોળીબારીની ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારીમાં ઓછામાં ઓછા 15 લોકો પ્રભાવિત થયા છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં લોકો રસ્તા પર ભાગતા જોવા મળ્યા, જ્યારે બેકગ્રાઉન્ડમાં ગોળી ચાલવાનો અવાજ સંભાળાઈ રહ્યો છે. વીડિયોમાં સ્થળ પર એમ્બ્યુલન્સ જતી જોવા મળી છે. પોલીસે ઘટના વિશે વિસ્તારથી વધુ જાણકારી ન આપી પરંતુ એક ટ્વીટમાં કહ્યું કે, ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 

— OSINT Updates 🚨 (@OsintUpdates) April 3, 2022

વીડિયોમાં મારપીટ કરતા જોવા મળ્યા લોકો
અમેરિકામાં ગોળીબારીના સમાચારો આવતા રહે છે પરંતુ છ લોકોના મોત અને નવ લોકોને ઈજા દેખાડે છે કે આ એક મોટી ઘટના હતી. એક બીજા ટ્વિટર વીડિયોમાં લોકો એકબીજાનું ગળુ દબાવતા અને મારપીટ કરતા જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન કેટલાક લોકો તેને અલગ કરવાનો પ્રયાસ કરે છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં પણ ગોળીઓનો અવાજ સાંભળી શકાય છે.

ઘરેલૂ વિવાદ ઉકેલવા પહોંચેલા પોલીસકર્મીનું મોત
આ પહેલાં ગુરૂવારે ઘરેલૂ વિવાદ ઉકેલવા પહોચેંલી પેન્સલવેનિયા પોલીસના એક અધિકારીનું ગોળીબારીમાં મોત થઈ ગયું અને બે અન્ય અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. લેબનાનના મેયર શેરી કૈપેલોએ જણાવ્યુ કે કોઈ વિવાદની સૂચના મળ્યા બાદ બપોરે આશરે 3.30 પોલીસ શહેર સ્થિત એક મકાનમાં પહોંચી હતી. આશરે એક કલાક બાદ ત્યાં ગોળીબારી થઈ જેમાં ત્રણ અધિકારી ઈજાગ્રસ્ત થઈ ગયા અને એકનું મોત થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news