જર્મની: હનાઉમાં બે હુક્કા બારમાં અંધાધૂંધ ફાયરિંગ, 8 લોકોના મોત અને 5 ગંભીર રીતે ઘાયલ 

જર્મનીના હનાઉ શહેરમાં મોડી રાતે બે અલગ અલગ જગ્યાઓ પર થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 8 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

જર્મની: હનાઉમાં બે હુક્કા બારમાં અંધાધૂંધ ફાયરિંગ, 8 લોકોના મોત અને 5 ગંભીર રીતે ઘાયલ 

હનાઉ: જર્મનીના હનાઉ શહેરમાં મોડી રાતે બે અલગ અલગ જગ્યાઓ પર થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 8 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. હનાઉના શિશા બારમાં બે અજાણ્યા હુમલાખોરોએ લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. પોલીસ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે અને ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના એટલી ભયાનક હતી કે પોલીસે હજુ પણ મૃતકોની સંખ્યા જાહેર કરી નથી. જ્યારે બિલ્ડ અખબારના રિપોર્ટ મુજબ શિશા બારમાં થયેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે. એએફપીના અહેવાલ મુજબ પોલીસે કહ્યું કે પહેલો હુમલો હનાઉ શહેરના મીડનાઈટ બાર પર થયો જ્યારે બીજો હુમલો અરેના બાર પર થયો હતો. 

— ANI (@ANI) February 20, 2020

નોંધનીય છે કે લોકલ ન્યૂઝપેપર હેસેનશાઉના જણાવ્યાં મુજબ રાતે બે અજાણ્યા હુમલાખોરોએ હનાઉના શિશા બાર્સમાં હાજર લોકો પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતાં. ફાયરિંગ કરનારા કોણ હતાં તેની જાણકારી હજુ મળી નથી. પોલીસ હજુ પણ આ હુમલાખોરોની શોધમાં લાગેલી છે. 

જુઓ LIVE TV

ઘટનાસ્થળેથી આવેલી તસવીરોમાં તૂટેલી ગાડીઓ, ત્યાં પડેલા ડેડબોડીઝ અને ગોળીના ખાલી ખોખા જોવા મળી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે હનાઉ શહેર ફ્રેન્કફર્ટથી 20 કિમી જ દૂર છે. અહીં લગભગ એક લાખની વસ્તી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news