VIDEO: "હિંદુઓ કેનેડા છોડીને ભારત પાછા જાઓ", કેનેડામાં ભારતીયોને કોને આપી ધમકી
SFJના કાયદાકીય સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુને પણ કેનેડિયન શીખોને વાનકુવરમાં 29 ઓક્ટોબરે કહેવાતા લોકમત માટે મત આપવાનું આહ્વાન કર્યું હતું. હવે આ વિવાદ વધે તેવી પૂરી સંભાવના છે.
Trending Photos
ઓટાવાઃ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધતો જાય છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મામલો વધી રહ્યો છે. નિજ્જરની હત્યા અંગે SFJના કાયદાકીય સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુની એન્ટ્રી થઈ છે. ખાલિસ્તાન તરફી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપી છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવા માટે કહ્યું છે.
વીડિયોમાં આતંકવાદી પન્નુ એવું કહેતા સંભળાય છે કે, "ભારત-હિંદુ કેનેડા છોડી દો; ભારત જાઓ. તમે માત્ર ભારતને જ સમર્થન નથી આપી રહ્યા પરંતુ ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છો." પન્નુને કહ્યું કે, તમે શહીદ નિજ્જરની હત્યાનો જશ્ન મનાવીને હિંસાનું સમર્થન કરી રહ્યા છો. તેમણે કેનેડિયન શીખોને વાનકુવરમાં 29 ઓક્ટોબરે કહેવાતા લોકમતમાં મતદાન કરવા પણ આહ્વાન કર્યું હતું.
પન્નુને કેનેડાના ખાલિસ્તાન તરફી શીખોની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ હંમેશા વફાદાર રહ્યા છે અને દેશના કાયદા અને બંધારણનું સમર્થન કર્યું છે. વાસ્તવમાં ભારતે SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે.
Mr. @JustinTrudeau your beloved #SikhsForJustice gave open threat to Indian Hindus to leave #Canada.
If you think you'll win by gaining #Sikh votes, you're highly mistaken. Your frustation is evident, You cannot fool your citizens for long. pic.twitter.com/86B8pdCptY
— Sukhman Randhawa (@sukh_randhawa14) September 19, 2023
તમને જણાવી દઈએ કે આ વીડિયો કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના નિવેદનના થોડા કલાકો બાદ વાયરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે કેનેડાની ગુપ્તચર એજન્સીઓ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહની હત્યામાં નવી દિલ્હીના એજન્ટોની સંડોવણીના વિશ્વસનીય આરોપો પર સક્રિય છે. કાર્યક્ષમતાથી કામ કરે છે.
જો કે, ભારતે તરત જ ટ્રુડોના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કેનેડાએ ભારતના વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા બાદ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવું એ એક ટીટ ફોર ટેટ પગલું હતું.ટ્રુડોની આ કાર્યવાહીનો ભારતે પણ સખ્તાઈથી જવાબ આપ્યો છે. મંગળવારે જ ભારતે કેનેડાના ટોચના રાજદૂતની દેશમાંથી હકાલપટ્ટીના આદેશ આપ્યા હતા. તેના બીજા દિવસે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીએ આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ચર્ચા કરી. વિદેશમંત્રી એસ. જયશંકરે પણ પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક યોજીને સમગ્ર મામલે તેમને માહિતી આપી.
બેઠકોના દોર બાદ કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતાં કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કેનેડામાં હેટ ક્રાઈમની વધતી ઘટના બાબતે ભારતીયોને ચેતવણી અપાઈ છે. હેટ ક્રાઈમ થાય છે તેવા વિસ્તારોથી દૂર રહેવા ભારતીયોને સતર્ક કરાયા છે. વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવા પણ એડવાઈઝરીમાં કહેવાયું છે. કોઈ તકલીફ પડે તો ભારતીયોને WWW.MADAD.GOV.IN વેબસાઇટ પર સંપર્ક કરવા કહેવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે