વિનાશક વરસાદની તબાહી ભોગવી રહ્યું છે આ ગામ, લાચાર ખેડૂતોએ કહ્યું સહાય મળે તો બચી શકીશું

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસતા પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, ભાભર સહિત અનેક વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ઉભેલા તેમજ કાપણી કરેલા પાકો મુશળધાર વરસાદમાં પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

વિનાશક વરસાદની તબાહી ભોગવી રહ્યું છે આ ગામ, લાચાર ખેડૂતોએ કહ્યું સહાય મળે તો બચી શકીશું

અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસ વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોના પાકોને મોટાપ્રમાણમાં નુકસાન પહોચાડ્યું છે. જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે લાચાર ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસતા પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, ભાભર સહિત અનેક વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ઉભેલા તેમજ કાપણી કરેલા પાકો મુશળધાર વરસાદમાં પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે અમારી ટિમ પાલનપુર તાલુકાના રતનપુર ગામે કાનજીભાઈ પટેલના ખેતરમાં પહોંચી હતી. 

જ્યાં ખેડૂત કાનજીભાઈ પટેલે પોતાના પાકની નુકસાનની વાત કરતા કહ્યું કે તેમણે તેમના ખેતરમાં 7 વિઘામાં મોંઘભાવના ખાતર અને બિયારણ લાવીને અડદના પાકનું વાવેતર કર્યું હતું જોકે રાતદિવસ પાક પાછળ અથાગ મહેનત કરતા અડદનો પાક સરસ તૈયાર થયો હતો, પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ વરસતા ખેતરમાં કાપણી કરીને મુકેલો અડદનો તમામ પાક પલળી જતા સંપૂર્ણપણ પાક નિષ્ફળ ગયો છે. 

જેથી 3 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે જો સરકાર નુકસાનનું સહાય આપે તો અમે અમારું ઘરનું ગુજરાન કરી શકશું નહિ તો અમારી હાલત કફોડી બની જશે. ધોધમાર વરસાદ પડતાં રતનપુરના ખેડૂતના 7 વિઘામાં વાવેતર કરેલ અડદનો પાક નિષ્ફળ ગયો છે. મહામહેનત કરીને અડદનો પાક તૈયાર કર્યો હતો પણ વરસાદમાં નષ્ટ થઈ ગયો સરકાર સહાય આપે તો અમે બચી શકીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news