Russia: કાફલા સાથે જઈ રહ્યા હતા રશિયન રાષ્ટ્રપતિ પુતિન, અચાનક કારમાં થયો જોરદાર ધડાકો
Attack on Putin's Car: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર હુમલાના સમાચાર છે. યુરો વીકલી ન્યૂઝે પુતિન અંગે મોટો ખુલાસો કરતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર જીવલેણ હુમલો થયો.
Trending Photos
Attack on Putin's Car: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર હુમલાના સમાચાર છે. યુરો વીકલી ન્યૂઝે પુતિન અંગે મોટો ખુલાસો કરતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર જીવલેણ હુમલો થયો જેમાં તેઓ માંડ માંડ બચ્યા છે.
પુતિનની કાર પર હુમલો
રિપોર્ટનું માનીએ તો પુતિન પોતાના અધિકૃત નિવાસ સ્થાને પાછા ફરી રહ્યા હતા અને આ દરમિયાન થોડા અંતરે જ તેમના સુરક્ષા કાફલાની પહેલી કારને એમ્બ્યુલન્સે રોકી. કાર રોકાયા બાદ પુતિનની કારના ડાબા પૈડામાં જોરદાર ધડાકો થયો. ત્યારબાદ ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. જો કે ત્યાં સુધીમાં તો પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને પુતિનને તરત એન્ટી બોમ્બ સ્ક્વોડ અને બુલેટપ્રુફ સુરક્ષાદળે ઘેરી લીધા. આ ઘટનામાં પુતિનનો માંડ માંડ બચાવ થયો.
પુતિનની સુરક્ષામાં મોટી ચૂક
સૂત્રોએ જણાવ્યું કે આ ચૂક મામલે પુતિનની સુરક્ષા સેવાના અનેક લોકોની ધરપકડ કરાઈ છે. એટલું જ નહીં પુતિન વિશે માહિતી લીક થયા બાદ તેમના અનેક બોડીગાર્ડને પણ હટાવી દેવાયા છે. પુતિન વિરોધી જીવીઆર ટેલિગ્રામ ચેનલે દાવો કર્યો છે કે પુતિન ઘટના સમયે પોતાના અધિકૃત નિવાસ સ્થાને પાછા ફરી રહ્યા હતા. બેકઅપ કાફલામાં 5 હથિયારબંધ કાર હતી જેમાંથી ત્રીજી કારમાં પુતિન હતા.
રિપોર્ટ્સ મુજબ પુતિનની કારને નિયંત્રિત કરવામાં મુશ્કેલી આવી રહી હતી અને તેને ઘટનાસ્થળથી સુરક્ષિત રીતે દૂર લઈ જવામાં આવી. પુતિન પર હુમલાનો દાવો એવા સમયે થયો છે કે જ્યારે યુક્રેનના પલટવારમાં રશિયાની સેનાને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. જેને લઈને પુતિનની આકરી ટીકા પણ થઈ રહી છે. જેલેન્સ્કીએ દાવો કર્યો છે કે તેમના સૈનિકોએ રશિયાના કબજામાંથી 6000 વર્ગ કિમીનો વિસ્તાર છોડાવી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે