યુક્રેનને મજબૂત કરવામાં લાગ્યા યુએસ-યુરોપ, હથિયાર-પૈસા અને કૂટનીતિથી મદદ

રશિયાના હુમલાથી યુક્રેનમાં ચારે તરફ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લોકો યુક્રેન છોડીને ભાગી રહ્યાં છે. તો યુક્રેનની સેના પણ રશિયાને વળતો જવાબ આપી રહી છે. 

યુક્રેનને મજબૂત કરવામાં લાગ્યા યુએસ-યુરોપ, હથિયાર-પૈસા અને કૂટનીતિથી મદદ

કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો રવિવારે ચોથો દિવસ છે. રશિયા, યુક્રેનની રાજધાની કિવ પર હુમલા કરી રહ્યું છે. કિવમાં જ્યાં સુધી લોકોની નજર જઈ રહી છે, ત્યાં આગ અને ધુમાડો જોવા મળી રહ્યો છે. રશિયાના હુમલાથી યુક્રેનની રાજધાની કિવ સળગી ઉઠી છે. રશિયાના હુમલામાં અત્યાર સુધી ઘણા લોકોના મોત થયા છે તો હજારો લોકોને ઈજા પહોંચી છે.

કહેવામાં આવી રહ્યું છે કે રશિયા ઝડપથી કિવ તરફ આગળ વધી રહ્યું ચે અને જલદી તેના પર કબજો કરી શકે છે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમીર ઝેલેન્સ્કીનું કહેવું છે કે કિવ હજુ યુક્રેનના નિયંત્રણમાં છે. મુશ્કેલીના સમયમાં વિશ્વના અનેક દેશ યુક્રેનની સાથે આવ્યા છે. રશિયા વિરુદ્ધ જંગ લડવા માટે વિશ્વના અનેક દેશોએ યુક્રેનને આર્થિક મદદ અને હથિયાર મોકલ્યા છે. અમેરિકા, બ્રિટન સહિત 28 દેશ તે વાત પર સહમત થઈ ગયા છે કે યુક્રેનને વધુ આધુનિક હથિયાર મોકલવામાં આવે. આ સાથે મેડિકલ સપ્લાય અને અન્ય મિલિટ્રી સંસાધન આપવાનું પણ વચન આપ્યું છે. 

આવો જાણો ક્યા દેશે યુક્રેનની મદદ માટે શું-શું મોકલ્યું
અમેરિકાઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકી વિદેશ વિભાગને એક આદેશ આપ્યો છે. તેમણે નિર્દેશ આપ્યો કે યુક્રેનને સૈન્ય સહાયતા માટે 350 બિલિયન ડોલરની મદદ આપવામાં આવે. સાથે અમેરિકા તરફથી યુક્રેનને વધારાની સૈન્ય સહાયતામાં- સૈન્ય ઉપકરણ, નાના હથિયાર અને વિવિધ પ્રકારના દારૂગોળા અને અન્ય વસ્તુ મોકલવામાં આવી છે. 

જર્મનીઃ જર્મનીએ યુક્રેનને 1000 એન્ટી-ટેન્ક હથિયાર, 500 સ્ટિંગર (જમીનથી હવામાં માર કરનારી મિસાઇલ) મોકલશે. જર્મન ચાન્સલેરે કહ્યુ, રશિયા હુમલો એક મહત્વપૂર્ણ છે. આ અમારૂ કર્તવ્ય છે કે અમે યુક્રેનને પુતિનની હુમલાખોર સેના વિરુદ્ધ બચાવમાં મદદ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું. તેથી અમે યુક્રેનને અમારા મિત્રોને 1000 એન્ટી ટેન્ક મિસાઇલ અને 500 સ્ટિંગર મિસાઇલો મોકલી રહ્યાં છીએ.

બેલ્જિયમઃ બેલ્જિયમ પણ યુક્રેનની મદદ માટે આગળ આવ્યું છે. બેલ્જિયમે રોમાનિયામાં 3000 સૈનિકોને તૈનાત કર્યા છે અને યુક્રેનને મશીનગન મોકલી રહ્યું છે. 

ચેક ગણરાજ્યઃ ચેક ગણરાજ્યએ યુક્રેનને 85 લાખ ડોલરના હથિયાર અને દારૂગોળો મોકલવાની વાત કહી છે. ચેક રક્ષા મંત્રાલયે કહ્યું, યુક્રેન મોકલનારા સમાનમાં સૈન્ય મશીન ગન, અસોલ્ટ રાઇફલો અને અન્ય હળવા હથિયાર છે. ચેક રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદન પ્રમાણે તે આગળ પણ યુક્રેનની મદદ કરતું રહેશે. 

સ્વીડનઃ સ્વીડન યુક્રેનને સૈન્ય, તકનીક અને સૈન્ય ઉપકરણ આપી રહ્યું છે. 

ફ્રાન્સઃ ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યૂરો અને સૈન્ય ઉપકરણ આપવાની વાત કહી છે. 

બ્રિટન- લોજિસ્ટિક ઓપરેશનમાં મદદની રજૂઆત કરી છે. 

નેધરલેન્ડઃ 200 એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ યુક્રેન મોકલશે. નેધરલેન્ડ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે યુક્રેનને 200 હવાઈ રક્ષા રોકેટ ઉપલબ્ધ કરાવશે. આ પહેલા રાઇફલ, રડાર સિસ્ટમ, માઇન ડિટેક્શન રોબોટ સહિત અન્ય ઉપકરણ યુક્રેનની મદદ માટે મોકલી આપ્યા છે. 

પોલેન્ડ- રશિયાની સાથે લડાઈમાં યુક્રેનને હથિયાર આપવાનું વચન આપ્યું છે. 

28 દેશો મદદ માટે આવ્યા આગળ
યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે અમેરિકા-બ્રિટન સહિત 28 દેશોએ હથિયાર આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં અમારે રશિયાનો સામનો કરવા માટે હથિયાર અને બીજા સૈન્ય ઉપકરણ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news