યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો, રશિયા કરી શકે છે રાસાયણિક હથિયારોનો ઉપયોગ, ડરને કારણે લોકોનું પલાયન શરૂ

યુક્રેનના ઉપ રક્ષામંત્રી હના માલ્યરે કહ્યુ કે, સરકાર તે સૂચનાની તપાસ કરી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. 
 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો, રશિયા કરી શકે છે રાસાયણિક હથિયારોનો ઉપયોગ, ડરને કારણે લોકોનું પલાયન શરૂ

કીવઃ 24 ફેબ્રુઆરીથી રશિયાની સેનાના હુમલાનો સામનો કરી રહેલ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને હવે રાસાયણિક હુમલાનો ડર લાગી રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે રસિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. તો પૂર્વી યુક્રેનમાં રશિયાની સેના તરફથી મોટા પાયા પર ફરી હુમલો કરવાની આશંકા બાદ મંગળવારે લોકોનું પલાયન શરૂ થઈ ગયું હતું. 

યુક્રેનના ઉપ રક્ષામંત્રી હના માલ્યરે કહ્યુ કે, સરકાર તે સૂચનાની તપાસ કરી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આ પહેલાં સોમવારે રાત્રે ઝેલેન્સ્કીએ કહ્યુ કે રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. મારીપોલ પર ફરી હુમલા માટે પૂર્વી ડોનબાસ ક્ષેત્રમાં તેમના સૈનિકોનો જમાવડો થઈ રહ્યો છે. તો અમેરિકા અને બ્રિટને પણ કહ્યું કે તે રાસાયણિક હથિયારોના ઉપયોગના સમાચારોની તપાસ કરી રહ્યાં છે. બ્રિટનના જૂનિયર રક્ષામંત્રી જેમ્સ હૈપ્પીએ લંડનમાં કહ્યું કે જો રશિયાએ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો તો તમામ વિકલ્પ ખુલ્લા છે. 

રશિયા સતત કરી રહ્યું છે હુમલા
તો યુક્રેનના અનેક શહેરોમાં રશિયા હજુ હુમલા કરી રહ્યું છે. સમાચાર એજન્સી એપી અનુસાર રશિયન સેનાએ મંગળવારે કહ્યુ કે યુક્રેનના ખ્મેલનીત્સ્કી ક્ષેત્રમાં એક ઓર્ડનન્સ સ્ટોરને લાંબા અંતર સુધી માર કરનારી ક્રૂઝ મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યું. કીપની પાસે એક ઓર્ડનન્સ ભંડારને તબાહ કરી દેવામાં આવ્યો. 

રશિયાના સૈનિકો પર દુષ્કર્મનો આરોપ
યુક્રેનમાં રશિયાના સૈનિકોની બર્બરતાને લઈને નવો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં રશિાના સૈનિકો પર યુક્રેની મહિલાઓની સાથે દુષ્કર્મ અને બર્બરતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરંતુ રશિયાએ આ આરોપો નકારી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news