Gold Price Down: સોનું ખરીદનારાઓ માટે ખુશખરબી! સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જુઓ નવા ભાવ

તમને જણાવી દઈએ કે દિલ્હી સરાફા બજારમાં સોનાની કિંમતમાં 179 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આજેના ઘટાડા બાદ સોનાનો ભાવ 52,358 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયો છે.

Gold Price Down: સોનું ખરીદનારાઓ માટે ખુશખરબી! સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જુઓ નવા ભાવ

Gold Price Today: સોનું ખરીદવા ઇચ્છતા હોવ તો સારા સમાચાર છે. જો તમે ગોલ્ડ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના કારોબાર પછી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં કિંમતી ધાતુઓની કિંમતમાં ઘટાડાના કારણે સોનાના ભાવમાં પણ આજે ઘટાડો આવ્યો છે. આજેના કારોબાર બાદ દિલ્હી સરાફા બજારમાં સોનાની કિંમત 52,358 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગઈ છે. HDFC Securities એ આ વિશે જાણકારી આપી છે.

કેટલું સસ્તું થયું સોનું
તમને જણાવી દઈએ કે દિલ્હી સરાફા બજારમાં સોનાની કિંમતમાં 179 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આજેના ઘટાડા બાદ સોનાનો ભાવ 52,358 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયો છે. ત્યારે આ પહેલા કારોબારી સત્રમાં સોનું 52,537 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

ચાંદી પણ થઈ સસ્તી
આ ઉપરાંત ચાંદીની કિંમતોની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 317 રૂપિયા ઘટાડા સાથે 67,807 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે. ગત કારોબાર સત્રમાં ચાંદી 68,124 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

જાણો શું છે ઇન્ટરનેશનલ માર્કેટનો હાલ?
આ ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો સોનાનો ભાવ સામાન્ય તેજી સાથે 1,954 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો જ્યારે ચાંદી 25.07 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે.

જાણો શું છે એક્સપર્ટનો અભિપ્રાય?
એચડીએફસી સિક્યોરિટીઝના છૂટક સંશોધન વિશ્લેષક દિલીપ પરમારે કહ્યું, મંગળવારના ન્યુયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ કોમેક્સમાં સોનામાં 1,954 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થઈ રહ્યો હતો. જેના કારણે અહીં સોનાના ભાવ સ્થિર રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news