Russia Ukraine War: રશિયાએ કર્યો પલટવાર, આ 2 દેશ હવે ગેસ વગર રઝળી પડશે!

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે બંનેમાંથી કોઈ પણ દેશ ખુલીને પોતાની જીત થઈ હોવાનું જણાવી શકવાની સ્થિતિમાં નથી. આ બધા વચ્ચે પશ્ચિમી દેશો સતત રશિયા પર નવા નવા પ્રતિબંધોનો વરસાદ કર્યા કરે છે. હવે રશિયાએ પણ પલટવાર કરતા મોટો નિર્ણય લીધો છે. 

પોતાના પર  લાગેલા પ્રતિબંધોને પગલે રશિયાએ પણ હવે પલટવાર કરતા જર્મની અને ડેનમાર્કને કરવામાં આવતા ગેસ સપ્લાય પર રોક લગાવી દીધી છે. રશિયન ગેસ કંપની Gazprom એ કહ્યું કે હાલની સ્થિતિ જોતા ડેનમાર્કની એનર્જી કંપની Orsted ને ગેસ સપ્લાય રોકવામાં આવી રહ્યો છે. આ સાથે જ જર્મનીની Shell Energy કંપનીને પણ ગેસની ડિલિવરી  બંધ કરવામાં આવી રહી છે. રશિયન કંપનીએ કહ્યું કે જ્યાં સુધી બંને કંપનીઓ સાથે પેમેન્ટ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગેસ સપ્લાય થશે નહીં. 

અત્રે જણાવવાનું કે અગાઉ જર્મની અને ડેનમાર્કની બંને કંપનીઓએ રશિયાની Gazprom ને ટેલિગ્રામ દ્વારા મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે તેઓ રૂબલમાં પેમેન્ટ કરશે નહીં. ત્યારબાદ રશિયાની કંપનીએ એક્શન લેતા ગેસ સપ્લાય બંધ કરવાનું નક્કી કર્યું. બુધવારથી આ સપ્લાય બંધ થઈ જશે. 

અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ રશિયા સાથે ડોલરમાં વેપાર કરવા પર પ્રતિબંધ લગાવેલો છે. રશિયાએ પોતાની કરન્સી રૂબલમાં અન્ય દેશો વેપાર કરવાનું શરૂ કરી દીધુ. જર્મની અને ડેનમાર્કે મંગળવારે કહ્યું કે તેઓ ગેસની ચૂકવણી રૂબલમાં કરશે નહીં. ત્યારબાદ રશિયાએ આ બંને દેશોને ગેસ સપ્લાય પર રોક લગાવી. 

યુક્રેન પર કાર્યવાહીને પગલે પશ્ચિમી દેશોના વિરોધી વ્યવહારને જોતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મિત્ર ન હોય તેવા દેશો મામલે 31 માર્ચના રોજ એક આદેશ સાઈન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે તે દેશો રૂબલમાં પેમેન્ટ કરવાની ના પાડશે તો તેમની સાથે થયેલા કોન્ટ્રાક્ટ રોકી શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news