16 દિવસમાં પહેલીવાર રશિયાના આ શહેરો બોમ્બ વર્ષા, એલર્ટ જાહેર
રશિયાએ યૂક્રેનના પશ્વિમી શહેરો ઇવાનો-ફ્રેંકિવ્સ્ક અને લુત્સ્કમાં એરપોર્ટ પાસે હુમલા થયા, જે યૂક્રેનમાં રશિયાના હુમલાના મુખ્ય ટાર્ગેટથી ખૂબ દૂર છે. ઇવાનો-ફ્રેંકિવ્સ્કના મેયર રૂસ્લાન માર્ટસિંકીવે હવાઇ હુમલા સંબંધી એલર્ટ જાહેર થયા બાદ સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળ પર જવાની અપીલ કરી છે.
Trending Photos
મારિયુપોલ: રશિયાએ યૂક્રેનના પશ્વિમી શહેરો ઇવાનો-ફ્રેંકિવ્સ્ક અને લુત્સ્કમાં એરપોર્ટ પાસે હુમલા થયા, જે યૂક્રેનમાં રશિયાના હુમલાના મુખ્ય ટાર્ગેટથી ખૂબ દૂર છે. ઇવાનો-ફ્રેંકિવ્સ્કના મેયર રૂસ્લાન માર્ટસિંકીવે હવાઇ હુમલા સંબંધી એલર્ટ જાહેર થયા બાદ સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળ પર જવાની અપીલ કરી છે.
એરપોર્ટ પાસે રશિયાનો હુમલો
લુત્સ્કના મેયરે પણ એરપોર્ટની પાસે હવાઇ હુમલાની જાણકારી આપી છે. આ બંને જ શહેર રશિયના અત્યાર સુધીના મુખ્ય ટાર્ગેટ રહેલા વિસ્તારોથી ખૂબ દૂર છે. આ શહેરો પર હુમલા રશિયા દ્વારા યુદ્ધને એક નવી દિશામાં લઇ જવાના સંકેત આપે છે.
16 દિવસમાં પહેલીવાર શહેર પર હુમલો
તમને જણાવી દઇએ કે મધ્ય-યૂક્રેનમાં નીપર નદી પર સ્થિત એક અંતદેર્શીય શહેર નિપ્રોમાં શુક્રવારે ત્રન રશિયન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. 16 દિવસ પહેલાં યુદ્ધ શરૂ થયા બાદ આ પહેલીવાર છે જ્યારે શહેર પર રશિયન હુમલા થયા છે.
જૂતા ફેક્ટરી પર થયો રશિયાનો હુમલો
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એસઇએસએ કહ્યું કે સવારે લગભગ 6.10 વાગે, શહેરમાં એક કિંગરગાર્ટન અને એક એપાર્ટમેન્ટની બિલ્ડિંગ પર બે હુમલા થયા. ત્રીજો હુમલો સવારે લગભગ 7.45 વાગે બે માળની જૂતાની ફેક્ટરીની બિલ્ડિંગમાં થયો.
નિપ્રો ઉપરાંત, યૂક્રેનના ઉત્તર-પશ્વિમી ક્ષેત્રમાં સ્થિત લુત્સ્ક શહેર પણ પહેલીવાર હવાઇ બોમ્બવર્ષાની ચપેટમાં આવ્યું છે. લુત્સ્ક મેયરે પુષ્ટિ કરી છે કે વિસ્ફોટ શહેરના હવાઇ ક્ષેત્ર પાસે થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે