ઇદલિબમાં 33 તુર્કી સૈનિકોના મોત બાદ દબાવમાં આવ્યા રૂસ અને તુર્કી, બોલાવી ઈમરજન્સી બેઠક

આ વચ્ચે સંયુક્ત રાજ્ય અમેરિકામાં વિદ્રોહિયો વિરુદ્ધ રૂસી સમર્થિક સીરિયન આક્રમણનો અંત કરવાનો આગ્રહ કર્યો છે. સીરિયામાં આઠ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
 

ઇદલિબમાં 33 તુર્કી સૈનિકોના મોત બાદ દબાવમાં આવ્યા રૂસ અને તુર્કી, બોલાવી ઈમરજન્સી બેઠક

ઇસ્તાંબુલઃ સીરિયામાં હવાઈ હુમલામાં 33 તુર્કી સૈનિકોના મોત બાદ રૂસ અને તુર્કીએ એક નવી પહેલ કરી છે. રૂસ અને તુર્કીએ આ ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે એક ઈમરજન્સી બેઠક બોલાવવાનું આયોજન કર્યું છે. તણાવને ઓછો કરવા માટે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ અર્દોગને ટેલીફોનથી વાત કરી હતી. ક્રેમલિને કહ્યું કે, બંન્ને નેતાઓએ સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બીજીતરફ સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સે કહ્યું કે, ઇદલિબમાં 45 સૈનિકોને મારવામાં આવ્યા છે. પરંતુ સીરિયન સરકાર તરફથી તેની ખાતરી કરવામાં આવી નથી. તુર્કીમાં દસ હિઝબુલ્લાબ લડાકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. હિઝબુલ્લાહ ઈરાન દ્વારા સમર્થિત લેબનાની શિયા સમૂહ છે. 

આ વચ્ચે સંયુક્ત રાજ્ય અમેરિકામાં વિદ્રોહિયો વિરુદ્ધ રૂસી સમર્થિક સીરિયન આક્રમણનો અંત કરવાનો આગ્રહ કર્યો છે. સીરિયામાં આઠ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી છે. આ ગૃહયુદ્ધમાં દસ લાખ લોકો વિસ્થાપિત થઈ ચુક્યા છે. વિસ્થાપિત લોકોમાં બાળકોની સંખ્યા મોટી છે. રૂસી વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોને કહ્યું કે, વાર્તાના દરવાજા હંમેશા ખુલા છે. 

તેમણે કહ્યું કે, બંન્ને નેતાઓએ 2018માં યુદ્ધ વિરામ લાગૂ કરવા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, બંન્ને નેતાઓએ ઇદલિબમાં શાંતિ પર ભાર આપ્યો છે. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે, અર્દોગન આગામી સપ્તાહે વાર્તા માટે માસ્કો જઈ શકે છે. સૈનિકોની હત્યા પહેલા એર્દોગને પાંચ માર્ચે પુતિન સાથે બેઠકની વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે, આ બેઠકમાં ફ્રાન્સ અને જર્મનીના નેતા પણ સામેલ થશે. 

આ વચ્ચે વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અર્દોગનની સાથે તુર્કી સૈનિકો પર હુમલાની નિંદા કરી છે. અમેરિકાએ સીરિયા અને રૂસને ઇદલિબમાં પોતાના ઓપરેશનને રોકવાનો આગ્રહ કર્યો છે. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ સ્વીકાર કરતા કહ્યું કે, તુર્કીમાં તણાવ માટે અસદ શાસનને દોષી ઠેરવ્યું હતું. અધિકારીએ કહ્યું કે, આ આક્રમકતા માટે રૂસ જવાબદાર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news